ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓગસ્ટ 2020
આમ તો ગાંધીજીની અંગત વપરાશ ની ઘણી બધી વસ્તુઓની અત્યાર સુધી હરાજી થઇ ચુકી છે. જેમાં વધુ એક વસ્તુનો ઉમેરો થયો છે. ઇંગ્લેન્ડમાં ઓનલાઇન હરાજીમાં સોનાના પોલીશ વાળા ચશ્મા ની એક જોડી રજૂ કરવામાં આવી છે. કહેવાય છે કે આ ચશ્માં મહાત્મા ગાંધી દ્વારા પહેરવામાં આવ્યા હતા.. આ ચશ્મા 1900 દાયકામાં ગાંધીજીએ ભેટ માં આવ્યા હતા જેની અંદાજિત કિંમત 10 હજારથી 15 હજાર પાઉન્ડની વચ્ચે ધારવામાં આવી છે.
હરાજી કરાવનાર સંસ્થાના અધિકારીએ જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડના એક વૃદ્ધ સેલ્સમેનના પરિવાર પાસે આ ચશ્માં હતા. ચશ્મા વેચનારના પિતાએ કહ્યું કે "1910 થી 1930 દરમિયાન દક્ષિણ આફ્રિકામાં બ્રિટીશ પેટ્રોલિયમમાં કામ કરતી વખતે આ ચશ્મા, મહાત્મા ગાંધીજી દ્વારા તેમના કાકાને ગિફ્ટ આપવામાં આવ્યા હતા.જે તેમણે સાચવીને રાખ્યાં હતા.. યોજાનારી આ હરાજીમાં વિશ્વની સાથે જ ભારતના લોકોને પણ ખાસ રસ પડયો છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com