Site icon

Rahul Gandhi: વોટ ચોરી’ના વિરોધ પ્રદર્શનમાં મમતા મોઇત્રા થઇ બેભાન,રાહુલ-પ્રિયંકાની થઇ અટકાયત, અખિલેશ યાદવે કર્યું આવું કામ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના ૩૦૦થી વધુ સાંસદોએ ચૂંટણી પંચ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન અખિલેશ યાદવ બેરિકેડ કૂદી ગયા, જ્યારે રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત અનેક સાંસદોની અટકાયત કરવામાં આવી.

વોટ ચોરી વિરોધમાં હંગામો મમતા બેભાન, રાહુલ-પ્રિયંકા અટકાયા

વોટ ચોરી વિરોધમાં હંગામો મમતા બેભાન, રાહુલ-પ્રિયંકા અટકાયા

News Continuous Bureau | Mumbai

ચૂંટણી પંચ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિપક્ષના નેતાઓએ દિલ્હીમાં કથિત ‘વોટ ચોરી’ સામે એક મોટો વિરોધ માર્ચ કાઢ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના ૩૦૦થી વધુ સાંસદો આ માર્ચમાં સામેલ થયા હતા. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પોલીસના બેરિકેડ કૂદીને આગળ નીકળી ગયા. વિપક્ષના સાંસદો સંસદ ભવનના મકર દ્વારથી ચૂંટણી પંચની ઓફિસ તરફ જઈ રહ્યા હતા.

Join Our WhatsApp Community

અખિલેશ યાદવ બેરિકેડ કૂદી ગયા, રાહુલ-પ્રિયંકાની અટકાયત

દિલ્હી પોલીસે પ્રદર્શન દરમિયાન સુરક્ષા માટે ઘણા લેયર ગોઠવ્યા હતા. નારા લગાવતા વિપક્ષના સાંસદો વચ્ચે અખિલેશ યાદવ બેરિકેડ કૂદી ગયા, જેને ત્યાં હાજર અન્ય નેતાઓએ સંભાળી લીધા હતા. બીજી તરફ, જ્યારે પોલીસે રાહુલ ગાંધીને આગળ વધતા રોક્યા, ત્યારે તેઓ અન્ય સાંસદો સાથે રસ્તા પર જ બેસી ગયા અને આગળ જવા દેવાની માંગ કરવા લાગ્યા. થોડીવાર પછી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા નેતાઓની અટકાયત કરી લીધી.

પ્રદર્શન દરમિયાન બેભાન થયા સાંસદો

આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રા પણ બેભાન થઈ ગયા. તે સમયે તેઓ પોલીસની બસમાં હતા. રાહુલ ગાંધીએ બસમાં જ તેમને પાણી પીવડાવ્યું હતું. આરામબાગથી અન્ય એક સાંસદ મિતાલી બાગ પણ પ્રદર્શન દરમિયાન બેભાન થઈ ગયા હતા, જેને સાથી નેતાઓએ પાણીના છાંટા મારીને સભાન કર્યા.

આ સમાચાર પણ વાંચો : Fatehpur: યુપીના ફતેહપુરમાં મકબરાને લઈને થયો મોટો વિવાદ, હિન્દુ સંગઠનો દ્વારા તેને મંદિર ગણાવી પૂજા કરવાની કોશિશ કરાઈ

નેતાઓના આકરા નિવેદનો

અટકાયત પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “સત્ય દેશની સામે છે. આ લડાઈ બંધારણ બચાવવાની છે, આ એક વ્યક્તિ અને એક વોટની લડાઈ છે.” પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “આ સરકાર ડરપોક છે અને ડરી ગયેલી છે.” કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, “મોદી સરકાર અને ચૂંટણી પંચના ગઠબંધનને સમગ્ર દેશે નકારી કાઢ્યું છે. શું જેલના સળિયા રાહુલ ગાંધીને રોકી શકશે?” આ દરમિયાન, સંજય રાઉત અને સાગરિકા ઘોષ સહિત ઘણા સાંસદોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
https://x.com/Akshat__001/status/1954797852724793854

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Exit mobile version