ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
28 મે 2020
પુલવામા પોલીસને ગઈકાલે રાત્રે વિશ્વસનીય માહિતી મળી હતી કે એક આતંકી વિસ્ફોટકથી ભરેલી કાર સાથે આગળ વધી રહ્યો છે. તેઓએ પોલીસ અને સુરક્ષા દળો (એસએફ) ની વિવિધ પાર્ટીઓએ સલામત સ્થળે પોતાની સુરક્ષાનું ધ્યાન રાખી આતંકવાદી ને ઝડપી લીધો હતો.
આમ કાશ્મીરમાં પુલવામાં જેવા આતંકી હુમલાની સાજીશ નાકામ કરવામાં આવી છે.
પુલવામાં જેવો બીજો આતંકી હુમલો સેનાના જવાનોની સતર્કતાને કારણે નાકામ બનાવવામાં સફળતા મળી છે.
આ ગાડીની ઓળખ કરાઇ છે જેમાં મોટા જથ્થામાં વિસ્ફોટક સામગ્રી ભરવામાં આવી હતી. આ કારને એક આતંકી ચલાવી રહ્યો હતો જ્યારે એ પુલવામાના રાજપુરા રોડની પાસે શાદી પુરામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ઝડપી પાડ્યો હતો. પકડાયેલી સફેદ રંગની કારનો નંબર કઠુવામાં રજિસ્ટર એક સ્કૂટર નો હતો. બૉમ્બ ને નાકામ કરવા બોંબ સ્કવોડને બોલાવવામાં આવી હતી જે પહેલા આસપાસના વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા હતા.