News Continuous Bureau | Mumbai
Zomato Leadership Change: ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato ની પેરેન્ટ કંપની ‘Eternal’ માં ઉચ્ચ સ્તરીય ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીના સ્થાપક દીપિંદર ગોયલે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને મેનેજિંગ ડિરેક્ટરના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને હવે Blinkit ના સ્થાપક અલબિંદર ઢીંઢસાઈટરનલ ગ્રુપના નવા CEO તરીકે કાર્યભાર સંભાળશે. આ ફેરફાર 1 ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવશે.દીપિંદર ગોયલ કંપનીમાંથી સંપૂર્ણપણે અલગ નથી થયા. તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વાઇસ ચેરમેન અને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કાર્યરત રહેશે. શેરધારકોને લખેલા પત્રમાં ગોયલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે કેટલીક નવી અને વધુ જોખમી કલ્પનાઓપર કામ કરવા માંગે છે, જે પબ્લિક લિમિટેડ કંપનીની બહાર રહીને વધુ સારી રીતે કરી શકાય તેમ છે.
કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?
નિષ્ણાતોના મતે, ‘ક્વિક કોમર્સ’ સેક્ટરમાં Blinkit ની જે રીતે ઝડપી વૃદ્ધિ થઈ છે, તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અલબિંદર ઢીંઢસાના નેતૃત્વમાં બ્લિંકિટે માર્કેટમાં મજબૂત પકડ જમાવી છે. બ્લિંકિટનું મહત્વ વધતા હવે ઢીંઢસાને આખા ગ્રુપની જવાબદારી સોંપવામાં આવી છે. દીપિંદર ગોયલ હવે કંપનીના લાંબાગાળાના વિઝન અને વિસ્તરણની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ સમાચાર પણ વાંચો : Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
દીપિંદર ગોયલના નવા સાહસો
અહેવાલો મુજબ, દીપિંદર ગોયલ હવે તેમના અન્ય વ્યવસાયો માટે ફંડ ઉભું કરવામાં સમય ફાળવશે. તેઓ ‘ટેમ્પલ’ (Temple) નામના વેરેબલ્સ સ્ટાર્ટઅપ માટે 50 મિલિયન ડોલરનું ફંડ એકઠું કરી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ સ્પેસ ટેક કંપની ‘પિક્સેલ’ (Pixxel) માં પણ રોકાણ કરવાની યોજના ધરાવે છે. તેઓ ‘કન્ટિન્યુ’ નામની રિસર્ચ સંસ્થા અને ‘એલએટી એરોસ્પેસ’ જેવી કંપનીઓ સાથે પણ જોડાયેલા છે.
બજાર અને શેરધારકો પર અસર
દીપિંદર ગોયલના આ નિર્ણયથી બજારમાં હલચલ મચી છે. જોકે, અલબિંદર ઢીંઢસાના રૂપમાં કંપનીને એક અનુભવી નેતૃત્વ મળ્યું છે, જે બ્લિંકિટ અને ઝોમેટોના બિઝનેસને વધુ ઊંચાઈએ લઈ જઈ શકે છે. આગામી દિવસોમાં આ ફેરફારની અસર Zomato ના શેરના ભાવ પર પણ જોવા મળી શકે છે.