ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 મે 2020
ઓઆઈસીની વર્ચુઅલ મીટિંગમાં પાકિસ્તાને લઘુમતીઓના મુદ્દે ભારતને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માલદીવ્સે ભારત સામેની કોઈપણ કાર્યવાહીને ટેકો આપવાનો ઇનકાર કરી દીધો હતો.
પાકિસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે ભારતને વગોવવાનો પ્રયાસ કર્યો. પરંતુ માલદીવ્સે ભારતને ટેકો આપી પાકિસ્તાનને આંચકો આપ્યો છે. ઓર્ગેનાઇઝેશન ઇસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી) ની વર્ચુઅલ મીટિંગમાં પાકિસ્તાને ભારત પર ઇસ્લામોફોબીયા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. માલદીવ્સે કહ્યું હતું કે તે "ભારત સામેના કોઈપણ પગલાને અમે સમર્થન આપતાં નથી". ત્યારબાદ ભારતીય રાજદૂતે ભારતીય સમાજની ધર્મનિરપેક્ષ વિચારસરણીને ટેકો આપવા બદલ માલદીવનો આભાર માન્યો હતો. OIC મા માલદીવના કાયમી પ્રતિનિધિ થિલ્મીજા હુસેનને કહ્યું કે "ભારત બહુસાંસ્કૃતિક સમાજ છે જયાં વિશ્વની સૌથી મોટી લોકશાહી છે." અહીં 20 કરોડથી વધુ મુસ્લિમો રહે છે. આ સ્થિતિમાં ભારત પર ઇસ્લામોફોબીયાનો આરોપ મૂકવો ખોટુ છે અને આ વાત હકીકતમાં પણ ખોટી જ છે"
OIC જૂથની-57 સદસ્યની બેઠકમાં હુસેને કહ્યું હતું કે, માલદીવ ઓઆઈસીમાં કોઈ પણ કાર્યવાહીનું સમર્થન કરશે નહીં જેમાં ભારતને લક્ષ્ય બનાવવામાં આવશે. માલદીવ્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે કેટલાક મોટા ઓઆઈસી સભ્યો, જેમ કે સાઉદી અરેબિયા, યુએઈ, અફઘાનિસ્તાન, એચ પેલેસ્ટાઇન અને મોરેશિયસ સાથે મજબૂત જોડાણ બનાવ્યું છે. હુસેને કહ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે..