ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
19 ઓગસ્ટ 2020
પશ્ચિમ આફ્રિકી દેશ માલીમાં વિદ્રોહીઓએ તખ્તાપલટ ની કોશિશ કરીને રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રીને અટકાયતમાં લઇ લીધા છે. ઉપરાંત વિદ્રોહીઓએ સેનાના વરીષ્ઠ અધિકારીઓને પણ બંધક બનાવ્યા ના અહેવાલો આવી રહ્યા છે. કહેવાય છે કે ત્યાર બાદ રાષ્ટ્રપતિએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે અગાઉ વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિના અંગત નિવાસ્થાનને ઘેરી લીધું હતું અને હવામાં ફાયરિંગ કર્યું હતું..
નોંધપાત્ર વાત એ છે કે રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ બઉબકર ને તેનાં પરથી હટાવવાની માંગણીને લઇને અનેક મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યા હતા. જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે આ બળવા પાછળ કોનો હાથ હતો. પરંતુ આ ઘટના એ જ સૈન્ય બેરેકથી શરૂ થઈ હતી. જ્યાં 2012માં બળવો શરૃ થયો હતો. માલીના વડા પ્રધાન રહેલા બોબોઈ સિસે લોકોને વિનંતી કરી છે કે તેઓ હથિયાર હેઠા મૂકી દે અને દેશના હિત ને પ્રાધાન્ય આપે..
સૈન્યના માધ્યમથી અટકાયતમાં લેવામાં આવ્યા બાદ માલી પ્રમુખ ઇબ્રાહિમ બઉબકર કીતાએ મંગળવારે રાજીનામું આપ્યું હતું અને સંસદનું વિસર્જન પણ થઈ ગયું છે. હકીકતમાં, માલી પહેલેથી જ જેહાદી બળવાઓનો સામનો કરી રહી છે અને અહીં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com