પશ્ચિમ બંગાળમાં સીએમનું પદ સંભાળ્યા પછી મમતા બેનરજીએ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.
બન્ને નેતાઓ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી ચાલેલી બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે મેં કોરોના પર પીએમ મોદી સાથે વાત કરી. વધુ રસી અને દવાઓ આપવાનું જણાવ્યું હતું.
વસ્તીની દ્રષ્ટિએ, બંગાળને બાકીના રાજ્યો કરતા ઓછી રસી મળી છે. ત્રીજી લહેર પહેલાં દરેકને રસી આપવાની જરૂર છે.
આ પહેલા મમતા બેનરજીએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે પણ ટીએમસી પ્રમુખ સાથે મુલાકાત કરી હતી.
આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા આનંદ શર્માએ પણ મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે બંગાળના સીએમ મમતા બેનર્જી પાંચ દિવસીય દિલ્હી પ્રવાસ પર છે. માનવામાં આવે છે કે મમતા બેનર્જી તેમની પાંચ દિવસીય દિલ્હીની મુલાકાત દરમિયાન વિપક્ષોને એક કરવા પ્રયાસ કરશે.