Site icon

ચીનથી જાપાન સુધી… આ દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, જો પોઝિટિવ આવશે તો તરત જ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે

ભારત સરકાર કોરોના મહામારીને પહોંચી વળવા માટે સજ્જ થઈ ગઈ છે. સરકારે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઈકાલે રાજ્યના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. તેમણે T3 એટલે કે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની વ્યૂહરચના અપનાવવાનો આગ્રહ કર્યો. આ સિવાય તેમણે કહ્યું કે આજથી એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ થશે

Since Dec 24, 9 international passengers detected with Covid at Mumbai airport

ચિંતા વધી! મુંબઈ એરપોર્ટ પર એક બે નહીં પણ આટલા મુસાફરો કોરોના પોઝિટિવ જણાયા, બે દર્દીઓ તો BQ.1.1થી સંક્રમિત..

News Continuous Bureau | Mumbai

ભારત સરકાર કોરોના ( Covid  ) મહામારીને પહોંચી વળવા માટે સજ્જ ( Mandatory  ) થઈ ગઈ છે. સરકારે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઈકાલે રાજ્યના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. તેમણે T3 એટલે કે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની વ્યૂહરચના અપનાવવાનો આગ્રહ કર્યો. આ સિવાય તેમણે કહ્યું કે આજથી એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ થશે. આ સિવાય હવે ચીન ( China )  સહિત પાંચ દેશોના ( more nations ) પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ( RT-PCR tests ) ફરજિયાત બનાવવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે બહારથી દેશમાં આવનાર કોઈપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાય તો તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. તેમણે કહ્યું કે હવાઈ મુસાફરી કરતા તમામ મુસાફરોને સંપૂર્ણ રસીકરણ કરાવવું જોઈએ. તમામ પેસેન્જર ફ્લાઇટમાં અને એન્ટ્રી પોઈન્ટ પર કોવિડ પ્રોટોકોલનું પાલન કરો. લોકોએ માસ્ક પહેરવા પડશે અને તે જ સમયે તેઓએ સામાજિક અંતરનું પાલન કરવું પડશે.

આ સમાચાર પણ વાંચો:  કોરોના મહામારીને રોકવા મુંબઈ મહાનગર પાલિકાનો એક્શન પ્લાન, ‘કોવિડ દર્દીઓની સારવાર માટે આ હોસ્પિટલોમાં કરાઈ ખાસ વ્યવસ્થા..

ચીન-જાપાનથી આવતા મુસાફરોનો RT-PCR ટેસ્ટ

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે જો કોઈ યાત્રીમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળે છે તો તેને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હેઠળ આઈસોલેટ કરવામાં આવશે. ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ પણ તેને આઈસોલેટ કરીને સારવાર આપવામાં આવશે. ફ્લાઇટમાંથી ઉતરતી વખતે દરેક પેસેન્જરે શારીરિક અંતર જાળવવું પડશે. એરપોર્ટના એન્ટ્રી પોઈન્ટ પર તમામ મુસાફરોની થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ સાથે હવે RT-PCR ટેસ્ટ પણ જરૂરી બનાવવામાં આવશે. એટલું જ નહીં, દેશની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના 2% મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ પણ કરવામાં આવશે.

T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Nipah Virus: બંગાળ પર નિપાહનું સંકટ! ૨૫ વર્ષ જૂનો જીવલેણ વાયરસ પાછો ફર્યો, કેન્દ્રએ રાજ્યોને આપ્યું એલર્ટ; જાણો કેટલો ઘાતક છે આ વાયરસ.
US Tariff Threat: US Tariff Threat: ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ટ્રમ્પની કડક કાર્યવાહી; ભારત પર 75% સુધી ટેરિફ લાગવાનો ખતરો, અર્થતંત્ર પર થશે મોટી અસર.
Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
Exit mobile version