News Continuous Bureau | Mumbai
Manipur Violence: ગુસ્સે ભરાયેલા ટોળાએ મણિપુર (Manipur) માં મહિલાઓને નિર્વસ્ત્ર કરવાના કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી હુરેમ હેરાદાસ (32)ના ઘરને આગ ચાંપી દીધી હતી. હેરાદાસનું થોબુલ જિલ્લાના યારીપોક ગામમાં ઘર હતું.
મણિપુરમાં બે મહિલાઓ પર સામૂહિક બળાત્કારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગભગ બે મહિના બાદ આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે. હેરદાસ આમાં મુખ્ય આરોપી છે. તેની સાથે વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Sabudana Kheer: વ્રત કે ઉપવાસ માટે ઘરે બનાવો સાબુદાણાની ખીર, રેસીપી છે એકદમ સરળ, ફટાફટ નોંધી લો..
4 મે ના રોજ ઘટી હતી આ ઘટના
મણિપુરમાં, 3 મેના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં જીવલેણ હિંસા ફાટી નીકળી હતી. બીજા જ દિવસે એટલે કે 4 મેના રોજ કાંગપોકાપી જિલ્લામાંથી બી. ફેનોમ ગામ પર લગભગ એક હજાર લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેઓએ ગામમાં ઘણા ઘરોને બાળી નાખ્યા. ત્યારે ત્રણ મહિલા અને બે યુવકો જંગલમાં નાસી ગયા હતા. ટોળામાં હુમલાખોરો તેમની પાછળ હતા. પરંતુ તે જ સમયે પોલીસે તે પાંચ લોકોને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પરંતુ પોલીસ રક્ષણમાં રહેલા પાંચેય લોકોનું ટોળાએ પોલીસના કબજામાંથી અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ તેમાંથી એકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ મહિલાઓના કપડા ઉતારી લેવામાં આવ્યા હતા અને તેમના બુરખા પણ ઉતારી દેવામાં આવ્યા હતા. તેમાંથી એક 19 વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ સમયે બાળકીને બચાવવાનો પ્રયાસ કરનાર ભાઈની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.