News Continuous Bureau | Mumbai
Manish Sisodia Bail : સુપ્રીમ કોર્ટે શુક્રવારે (9 ઓગસ્ટ 2024) આમ આદમી પાર્ટી ( AAP ) નેતા મનીષ સિસોદિયાને કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં જામીન આપ્યા હતા. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી.વિશ્વનાથનની બેન્ચે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો.
અગાઉ 6 ઓગસ્ટે કોર્ટે ( Supreme Court ) સિસોદિયાની અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મનીષ સિસોદિયા ની રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી ( Delhi Excise Policy Scam ) 2021-22 ની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાઓ માં સંડોવણી બદલ 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
Manish Sisodia Bail : વિલંબ માટે તપાસ એજન્સીને જવાબદાર ઠેરવી
સુનાવણી દરમિયાન મનીષ સિદોતિયાના વકીલે કહ્યું કે ઓક્ટોબરમાં અમને કહેવામાં આવ્યું હતું કે કેસ 6-8 મહિનામાં પૂરો થઈ શકે છે. અમે કહ્યું હતું કે જો આમ ન થાય તો આરોપી ફરી જામીનની માંગ કરી શકે છે. આરોપી લાંબા સમયથી જેલમાં છે. આવી સ્થિતિમાં, તેમને PMLA કલમ 45 હેઠળ આપવામાં આવેલી જામીનની કડક શરતોમાંથી છૂટછાટ માટે કહેવામાં આવ્યું હતું. તપાસ એજન્સીએ ટ્રાયલમાં વિલંબ માટે આરોપીઓને જવાબદાર ઠેરવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: Raha kapoor: નાની સોની રાઝદાન સાથે સેર પર નીકળી રાહા કપૂર, રણબીર-આલિયા ની દીકરી ની ક્યુટનેસ એ જીત્યા ચાહકોના દિલ
Manish Sisodia Bail : મનીષ સિસોદિયા દોઢ વર્ષથી જેલમાં છે
સીબીઆઈએ 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ સિસોદિયાની દિલ્હી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં ગેરરીતિઓમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. CBI FIR સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ( Money Laundering ) EDએ 9 માર્ચ, 2023ના રોજ તેમની ધરપકડ કરી હતી. સિસોદિયાએ 28 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું