News Continuous Bureau | Mumbai
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસઃ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. શુક્રવારે કોર્ટે CBI દ્વારા નોંધાયેલા કેસમાં તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. મનીષ સિસોદિયા નીચલી કોર્ટના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરશે.
દિલ્હીની નવી લિકર પોલિસીમાં ભ્રષ્ટાચારના આરોપમાં લાંબી પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તિહાર જેલમાં લાંબા સમય સુધી તેની પૂછપરછ કરી. આ પૂછપરછ બાદ EDએ તેની ધરપકડ કરી હતી. આ કેસમાં પણ સિસોદિયાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મોદી સામે મેદાને પડેલા અરવિંદ કેજરીવાલ દંડાયા. PM મોદીની ડિગ્રી માંગવાના મામલે HCનો આવ્યો નિર્ણય, અરવિંદ કેજરીવાલને દંડ