ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુઃખાવો થતાં એમ્સમાં દાખલ કરાયા, હાલત સ્થિર

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

11 મે 2020 

દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસી નેતા મનમોહન સિંહને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને ગઈ રાતે 8:45 કલાકે દાખલ કરી કાર્ડિયો-થોરેસિક વોર્ડમાં મોનિટરીંગમાં હેઠળ રાખવામાં આવ્યા છે.  મળતી માહિતી મુજબ મનમોહન સિંહને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેમને ગભરામણ અનુભવાતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મનમોહન સિંહના નજીકના સૂત્રોએ હાલ ચિંતાનું કોઈ કારણ નથી, તેમની તબિયત સ્થિર છે તેવી માહિતી આપી હતી. રાજસ્થાનથી રાજ્યસભાના વર્તમાન સદસ્ય તેવા 87 વર્ષીય મનમોહન સિંહને કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટરની નિગરાનીમાં રાખવામાં આવ્યા છે. વિવિધ નેતાઓએ મનમોહન સિંહના સાજા થવાની કામના કરી, તેમના સારા સ્વાસ્થ્ય, લાંબા જીવનની પ્રાર્થના કરી રહયાં છે." આ ઉપરાંત મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી વરિષ્ઠ કોંગ્રેસી નેતાને સારા સ્વાસ્થ્યનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More