News Continuous Bureau | Mumbai
Manmohan Singh Funeral:પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પંચમહાભૂતમાં વિલીન થયા છે. રાજકીય સન્માન સાથે નિગમબોધ ઘાટ પર શીખ પરંપરા અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિ સમયે તેમને વાદળી પાઘડી પણ પહેરાવવામાં આવી હતી.ત્રણેય સેનાઓએ મનમોહન સિંહના પાર્થિવ દેહને સલામી આપી હતી.
Manmohan Singh Funeral: અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડૉ. સિંહના પાર્થિવ દેહને લઈને નીકળેલી અંતિમ યાત્રા લગભગ 11.30 વાગ્યે સ્મશાનગૃહમાં પહોંચી હતી. જ્યાં તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું અને વડાપ્રધાન, રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Manmohan Singh Memorial:વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બનશે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું સ્મારક; કોંગ્રેસ હવે આ મુદ્દે નારાજ!
Manmohan Singh Funeral:પાર્થિવદેહને સવારે 9:30 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો
મનમોહનના પાર્થિવદેહને તેમના નિવાસ સ્થાનેથી સવારે 9:30 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો. અહીં ડૉ.સિંહની પત્ની ગુરશરણ કૌર અને દીકરી દમન સિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધી, સોનિયા અને પ્રિયંકા ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.