News Continuous Bureau | Mumbai
Mansukh Mandaviya: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં વર્ચ્યુઅલ રીતે “આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં યુવાનો માટે રોજગારીની તકો” વિષય પર એક વેબિનારમાં ભાગ લીધો હતો. આ વેબિનારનું આયોજન શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંયુક્ત રાષ્ટ્ર ભારત, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ) અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટમાં દિલ્હી/એનસીઆરની 42 ટોચની સંસ્થાઓના 1100થી વધુ વિદ્યાર્થીઓ ( Employment Opportunities for Youth in International Organizations ) જોડાયા હતા, જેઓ કાયદા, વ્યવસાય, વ્યવસ્થાપન અને સંબંધિત ક્ષેત્રોમાં નિષ્ણાત હતા. આ વેબિનારનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જે યુવા ઉમેદવારોના વિશાળ શ્રોતાગણ સુધી પહોંચ્યું હતું.
ડૉ. માંડવિયાએ ( Mansukh Mandaviya ) પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતનાં યુવાનો દેશની સાચી સંપત્તિ છે, તેમની પ્રતિભા અને કૌશલ્યને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે અને પ્રશંસા કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય વ્યાવસાયિકો વૈશ્વિક કાર્યબળની જરૂરિયાતો પૂર્ણ કરવામાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.
Had the privilege of addressing the webinar on “Employment Opportunities for Youth in International Organisations” in collaboration with @ILO & @UNinIndia.
Encouraged our Yuva Shakti to use the National Career Service Portal for job opportunities, and explore internships and… pic.twitter.com/BoSC5SwvQP
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 6, 2024
કેન્દ્રીય મંત્રીએ સહભાગીઓને ( Indian Youth ) ઇન્ટર્નશિપ અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સ્વૈચ્છિક તકો ધ્યાનમાં લેવા પ્રોત્સાહિત કર્યા. તેમણે નોંધ્યું હતું કે, આ પ્રકારનાં અનુભવો કૌશલ્યમાં વધારો કરે છે, દ્રષ્ટિકોણને વિસ્તૃત કરે છે અને કારકિર્દીને લગતા વિવિધ પડકારો માટે યુવાનોને તૈયાર કરે છે.
ડો. માંડવિયાએ સહભાગીઓને નેશનલ કેરિયર સર્વિસ (એનસીએસ) પોર્ટલનો ( National Career Service portal ) ઉપયોગ કરવા પણ વિનંતી કરી હતી, જેમાં પ્રતિભાશાળી વ્યક્તિઓની શોધમાં 37 લાખથી વધુ રજિસ્ટર્ડ સંસ્થાઓ છે. તેમણે આ પોર્ટલને મહત્ત્વાકાંક્ષી યુવાનો માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની તકો શોધવા માટે મૂલ્યવાન સંસાધન ગણાવ્યું હતું.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનાં રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે, યુવાનો વિકાસ માટેનાં મુખ્ય સંસાધન, સામાજિક પરિવર્તનનાં મુખ્ય એજન્ટો તથા આર્થિક વિકાસ અને ટેકનોલોજીકલ નવીનતાનાં પ્રેરક બળ છે.
શ્રમ અને રોજગાર સચિવ સુમિતા દાવરાએ દેશના અભૂતપૂર્વ જનસાંખ્યિક ડિવિડન્ડની અનન્ય સંભવિતતા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં આ પ્રકારનાં વધુ વેબિનારોનું આયોજન કરીને આ પહેલને વિસ્તૃત કરવાની મંત્રાલયની યોજનાઓની પણ ચર્ચા કરી હતી, જેથી દેશભરના યુવાનો અને વિદેશમાં અભ્યાસ કરતા લોકો વચ્ચે વધુ પહોંચ અને અસર સુનિશ્ચિત થઈ શકે.
આ સમાચાર પણ વાંચો: Ashtalakshmi Mahotsav PM Modi: PM મોદીએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું કર્યું ઉદઘાટન, કહ્યું, ‘અષ્ટલક્ષ્મીનાં આઠ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ થાય છે પૂર્વોત્તરનાં આ આઠ રાજ્યોમાં..’
આ વેબિનારમાં વિશિષ્ટ વક્તાઓનાં સંબોધનનો પણ સમાવેશ થાય છે, જેમાં ભારતમાં સંયુક્ત રાષ્ટ્રનાં નિવાસી સંયોજક શ્રી શોમ્બી શાર્પ, આઇએલઓ કન્ટ્રી ઓફિસ ફોર ઇન્ડિયાનાં ડિરેક્ટર સુશ્રી મિચિકો મિયામોટો સામેલ છે. તે પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે યુએનની 26 એજન્સીઓ ભારતમાં 40થી વધુ કર્મચારીઓને સામેલ કરી રહી છે.
વેબિનાર દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર અને આઈએલઓના નિષ્ણાતોએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં નોકરીની તકોનો લાભ લેવા માટે જરૂરી કૌશલ્યો અને લાયકાતો વિશેની ચાવીરૂપ માહિતી વહેંચી હતી. નિષ્ણાતોએ યુએન સિસ્ટમમાં ઇન્ટર્નશિપ, સ્વૈચ્છિક કાર્યક્રમો, પરામર્શ અને યુવાન વ્યાવસાયિકોના કાર્યક્રમો જેવી વિવિધ તકો વિશે માહિતી આપી હતી, જેમાં એપ્લિકેશન પ્રક્રિયાઓ અને જરૂરી ક્ષમતાઓ વિશે સમજાવવામાં આવ્યું હતું. વધુમાં, યુએન જોબ્સ પોર્ટલને સમજાવવામાં આવ્યું હતું, જેમાં પોર્ટલને નેવિગેટ કરવા અને ઉપલબ્ધ વિવિધ પદો માટે અરજી કરવા માટે તબક્કાવાર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વેબિનારની મુખ્ય વિશેષતા એ જીનીવા મુખ્યાલયમાં આઈએલઓ સાથે કામ કરતા વરિષ્ઠ ભારતીય નિષ્ણાતો દર્શાવતી પેનલ ચર્ચા હતી. સુશ્રી સુક્તી દાસ ગુપ્તા, ડિરેક્ટર અને કૌશલ્ય અને રોજગાર વિભાગના વડા શ્રી શ્રીનિવાસ બી. રેડ્ડીએ તેમના અનુભવો અને કારકિર્દીની યાત્રાઓ વર્ણવી હતી, જેમાં મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને મૂલ્યવાન સલાહ આપવામાં આવી હતી. આ ઇન્ટરેક્ટિવ વેબિનારમાં પેનલિસ્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું વિગતવાર નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Legislative Assembly Session: આજ થી શરૂ થશે મહારાષ્ટ્ર વિધાનમંડળનું ત્રણ દિવસનું વિશેષ સત્ર, 288 સભ્યોની થશે શપથ વિધિ યોજાશે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી; .
વેબિનારે વિદ્યાર્થીઓને વૈશ્વિક કારકિર્દીની તકો પર આવશ્યક માહિતી સાથે સફળતાપૂર્વક સજ્જ કર્યા હતા, જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં તેમની આકાંક્ષાઓને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)