ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧
શુક્રવાર
દેશમાં કોરોના બીજી લહેરની પૃષ્ઠભૂમિ પર ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસીસ (DGHS)એ નવી કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમો અનુસાર, 18 વર્ષથી ઓછી વયનાં બાળકોના કોરોના ઉપચાર દરમિયાન રેમડેસિવીઅર ઇન્જેક્શન અપાશે નહીં અને તેમના માટે HRCTનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવા જણાવાયું છે.
ઉપરાંત DGHSએ ભલામણ કરી છે કે 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોએ કોરોના નિવારણ માટે માસ્ક ન પહેરવાં જોઈએ. નવા નિયમો અનુસાર, 6થી 11 વર્ષની વયનાં બાળકોએ માસ્ક પહેરવાં જોઈએ. જોકેઆ વયજૂથનાં બાળકોને ડૉક્ટરની સલાહ અને માતાપિતાનાં માર્ગદર્શન હેઠળ માસ્ક પહેરવાં જરૂરી છે. 18 વર્ષથી ઓછી વયનાં બાળકોને એન્ટિવાયરલ ડ્રગ સારવાર દરમિયાન ન આપવાની પણ ભલામણ કરવામાં આવી છે.18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો HRCT વારંવાર કરાવવામાં ન આવે એમ નિયમોમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે DGHSનું સંચાલન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. DGHSએ કોવિઝ મૅનેજમેન્ટના ક્લિનિકલ મૅનેજમેન્ટ પ્રોટોકોલની સમીક્ષા કરી છે. ત્રણ દિવસ પહેલાં આરોગ્ય મંત્રાલયે તાવ અને શરદી સિવાયની દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.