Site icon

Massive fire broke out in Mathura: મથુરામાં ફટાકડા બજારમાં લાગી ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ, 12 લોકો દાઝ્યા.. જુઓ વિડીયો..

Massive fire broke out in Mathura: દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે મથુરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં શહેરના રાયા વિસ્તારમાં ફટાકડાની બજારમાં આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગી છે.

Massive fire broke out in Mathura: Fierce fire broke out in firecrackers market in Mathura, many shops were burnt down, 12 people were burnt.. Watch the video..

Massive fire broke out in Mathura: Fierce fire broke out in firecrackers market in Mathura, many shops were burnt down, 12 people were burnt.. Watch the video..

News Continuous Bureau | Mumbai 

Massive fire broke out in Mathura: દિવાળીના પહેલા જ દિવસે દેશભરમાં અનેક સ્થળોએ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન લક્ષ્મી પૂજન અને નરક ચતુર્દશી હોવાથી આ દિવસોમાં આગની મોટી ઘટનાઓ બની હતી. જેના કારણે ફાયરના જવાનો ખૂબ થાકી ગયા હતા. આવું જ કંઈક ઉત્તર પ્રદેશના મથુરા શહેરમાં જોવા મળ્યું હતું. મથુરા શહેરના ગોપાલબાગમાં એક ફટાકડાની દુકાનમાં અચાનક રોકેટ ઘુસી ગયું હતું જેના કારણે 26 દુકાનોમાં આગ લાગી હતી..

Join Our WhatsApp Community

 

આગ લાગતાની સાથે જ બજારમાં ખરીદી કરવા આવેલા લોકો દોડી આવ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે એક પછી એક રોકેટ, સૂતળી, બોમ્બ વિસ્ફોટ થતાં 12 લોકો દાઝ્યા હતા. આગની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


ઘાયલો પૈકી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ફાયર બ્રિગેડ દ્વારા 2 કલાકની અથાક જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે અહીં ગોપાલબાગ ખાતેનું આખું ફટાકડા બજાર બળીને ખાખ થઈ ગયું છે. જેના કારણે ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

 

26 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી

 

પોલીસના જણાવ્યા અનુસાર, દિવાળીના અવસર પર મથુરા શહેરના ઘણા લોકો ગોપાલબાગના ફટાકડા માર્કેટમાં ખરીદી માટે આવ્યા હતા. ઘટના બની ત્યારે ફટાકડા બજારમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. લક્ષ્મી પૂજા બાદ આ વિસ્તારના કેટલાક લોકોએ ફટાકડા ફોડ્યા હતા. જેથી માર્કેટમાં ફટાકડાના સ્ટોલમાં અચાનક રોકેટ ઘુસી ગયું હતું.


જેના કારણે દુકાનમાં મોટી આગ ફાટી નીકળી હતી. આગમાં 26 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. સાતેય દુકાનોમાં વેચાણ માટેના ફટાકડા એક પછી એક ફૂટ્તા રહ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આગમાં 12 લોકો દાઝ્યા  છે. આ ઘટનાનો ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ISIS Terrorist Arrested: યુપી ATSની મોટી સફળતા, ISIS સાથે જોડાયેલા ચાર આતંકીની ધરપકડ.. . જાણો વિગતે..

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version