ન્યુઝ કંટીન્યૂઝ
શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર પૂર્ણ કબજા માટે દાખલ કરવામાં આવેલી પિટિશનને મથુરા સિવિલ કોર્ટે સ્વીકાર કરવાથી ઇનકાર કરી દીધો છે.પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે ૧૯૬૮માં ગેરકાયદેસર સમજોતા હેઠળ કૃષ્ણ ભગવાનના ખરા જન્મ સ્થળ પર મસ્જિદ બાંધવાની પરવાનગી આપવામાં આવી.
આ સંદર્ભે કોર્ટે કહ્યું કે ૧૯૯૧માં પ્લેસીસ ઓફ વર્ષીય એક હેઠળ તમામ ધાર્મિક સ્થળોને હાલ પ્રોટેક્શન મળ્યું છે. આ કાયદામાં અયોધ્યા ને અપવાદ રાખવામાં આવ્યો હતો. આથી અયોધ્યા નો કેસ ચાલી શક્યો.
અરજદારોએ કોર્ટમાં કહ્યું કે જે સમજૌતા હેઠળ મસ્જિદ બાંધવાની પરવાનગી આપવામાં આવી છે તે સંધિ ગેરલાયક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હોય. તેને ફગાવવી જરૂરી છે. આ માટે તેમણે ભારતીય દંડ સંહિતાની ધારા 16 અને 20 નો હવાલો આપ્યો હતો. તેમણે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંદર્ભે ઘટના ક્રમ પ્રમાણે તમામ દસ્તાવેજો કોર્ટ સામે રજૂ કર્યા હતા. અને જણાવ્યું હતું કે આઝાદી પછી આ જમીન ગેરકાયદેસર રીતે મસ્જિદને આપી દેવાઈ છે.
હવે અરજદારો પાસે ઉપલી અદાલતમાં અરજી કરવાનો વિકલ્પ રહે છે.