News Continuous Bureau | Mumbai
MEA Press Conference Today: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, વિદેશ મંત્રાલય આજે સાંજે 5:30 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સ નવી દિલ્હીમાં યોજાશે, જ્યાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ‘ઓપરેશન સિંદૂર’ અને તેનાથી સંબંધિત ઘટનાઓ પર મહત્વપૂર્ણ માહિતી શેર કરશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પણ રહેશે.
MEA Press Conference Today: ભારતે નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા
મહત્વનું છે કે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 7 મેના રોજ મોડી રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યું હતું. આ લશ્કરી કાર્યવાહી 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. તેમાંના મોટાભાગના ભારતીય પ્રવાસીઓ હતા. ભારતે આ હુમલા માટે જવાબદાર આતંકવાદી સંગઠનો, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સામે નિર્ણાયક કાર્યવાહી કરી અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા.
Shortly, The big MEA Presser
-Foreign Secretary Vikram Misri
-Col Sofiya Qureshi
-Wg Cmde Vyomika Singh
-MEA Spox Randhir Jaiswal pic.twitter.com/AgGycwfO2w— Sidhant Sibal (@sidhant) May 8, 2025
MEA Press Conference Today: સુનિયોજિત અને મર્યાદિત બદલાની કાર્યવાહી
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યવાહી “સુનિયોજિત અને મર્યાદિત બદલાની કાર્યવાહી” હતી. જેનો ઉદ્દેશ્ય ફક્ત તે આતંકવાદી સંગઠનોને ખતમ કરવાનો છે જે ભારતની સુરક્ષા માટે સીધો ખતરો છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં, ઓપરેશનની વર્તમાન સ્થિતિ, આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ અને ભારતની ભાવિ રણનીતિ વિશે પણ માહિતી આપી શકાય છે. આ પ્રેસ કોન્ફરન્સ પર ભારત સહિત સમગ્ર વિશ્વની નજર છે, કારણ કે તેની પ્રાદેશિક સુરક્ષા અને રાજદ્વારી સમીકરણો પર ઊંડી અસર પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : India-Pakistan Conflict : ભારતની ત્રણેય સેનાઓએ પાક સામે ખોલ્યો મોરચો, હવે INS વિક્રાંતથી કરાચી બંદર પર હુમલો, પોર્ટ સંપુર્ણપણે નષ્ટ; જુઓ વિડીયો
જણાવી દઈ કે ભારત-ચીન તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સનો આ સતત ત્રીજો દિવસ હશે. અગાઉ પણ 7 અને 8 મેના રોજ સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવામાં આવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)