News Continuous Bureau | Mumbai
Mehbooba Mufti Accident: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તી ( Mehbooba Mufti ) ને આજે કારને અકસ્માત નડ્યો છે. આ દુર્ઘટનામાં તે માંડ બચ્યા છે. કારણ કે દુર્ઘટના બાદ આવેલી કારની તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હશે. મહેબૂબા મુફ્તી જે કાળા રંગની સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહ્યા હતા તે કાર ચાલકને ઈજા પહોંચી છે.
અનંતનાગના સંગમ બિજબેહરા કારને અકસ્માત નડ્યો
મીડિયા રિપોર્ટ મુજબ મહેબૂબા મુફ્તી ગુરુવારે શ્રીનગરથી અનંતનાગ જઈ રહ્યા હતા, તે દરમિયાન અનંતનાગ ( Anantnag ) ના સંગમ બિજબેહરા પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો. પીડીપી ચીફ મુફ્તીની કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. મહેબૂબા મુફ્તી આગ પીડિતોને મળવા અનંતનાગના ખાનબલ જવા રવાના થયા હતા. કાર અકસ્માત બાદ તે અન્ય વાહનમાં અનંતનાગના ખાનબલ જવા રવાના થયા છે.
JammuKashmir’s former Chief Minister and PDP President Mehbooba Mufti on Thursday escaped unhurt when her vehicle met with an accident in Sangam area in south Kashmir’s Anantnag district. pic.twitter.com/1z0WEOoa2K
— Abhishek (@ThakurAbhi3880) January 11, 2024
તપાસ શરૂ
મહેબૂબા મુફ્તીની કારના અકસ્માતના સમાચાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. તેની પુત્રી ઇલ્તિજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે મહેબૂબા મુફ્તીની કારને આજે અનંતનાગના માર્ગમાં ભયાનક અકસ્માત થયો હતો. ભગવાનની કૃપાથી મુફ્તી અને તેમના સુરક્ષા અધિકારીને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
આ સમાચાર પણ વાંચો : Anurag Singh Thakur: કેન્દ્રીય માહિતી અને પ્રસારણનાં મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરના હસ્તે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન.