Site icon

Mehbooba Mufti Accident: પીડીપીના વડા મહેબુબા મુફ્તી રોડ અકસ્માતનો ભોગ બન્યા, દુઘર્ટનામાં માંડ માંડ બચ્યો જીવ..

Mehbooba Mufti Accident: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તી ગુરુવારે શ્રીનગરથી અનંતનાગ જિલ્લામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન અનંતનાગના સંગમ બિજબેહરા પાસે તેમની કારનો અકસ્માત થયો હતો.

Mehbooba Mufti Accident Mehbooba Mufti meets with car accident in J&K's Anantnag, escapes unhurt

Mehbooba Mufti Accident Mehbooba Mufti meets with car accident in J&K's Anantnag, escapes unhurt

News Continuous Bureau | Mumbai 

Mehbooba Mufti Accident: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તી ( Mehbooba Mufti ) ને આજે કારને અકસ્માત નડ્યો છે.  આ દુર્ઘટનામાં તે માંડ બચ્યા છે. કારણ કે દુર્ઘટના બાદ આવેલી કારની તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હશે. મહેબૂબા મુફ્તી જે કાળા રંગની સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહ્યા હતા તે કાર ચાલકને ઈજા પહોંચી છે.

Join Our WhatsApp Community

અનંતનાગના સંગમ બિજબેહરા કારને અકસ્માત નડ્યો 

મીડિયા રિપોર્ટ મુજબ મહેબૂબા મુફ્તી ગુરુવારે શ્રીનગરથી અનંતનાગ જઈ રહ્યા હતા, તે દરમિયાન અનંતનાગ ( Anantnag ) ના સંગમ બિજબેહરા પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો. પીડીપી ચીફ મુફ્તીની કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. મહેબૂબા મુફ્તી આગ પીડિતોને મળવા અનંતનાગના ખાનબલ જવા રવાના થયા હતા. કાર અકસ્માત બાદ તે અન્ય વાહનમાં અનંતનાગના ખાનબલ જવા રવાના થયા છે.

તપાસ શરૂ

મહેબૂબા મુફ્તીની કારના અકસ્માતના સમાચાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. તેની પુત્રી ઇલ્તિજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે મહેબૂબા મુફ્તીની કારને આજે અનંતનાગના માર્ગમાં ભયાનક અકસ્માત થયો હતો. ભગવાનની કૃપાથી મુફ્તી અને તેમના સુરક્ષા અધિકારીને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

આ સમાચાર પણ વાંચો : Anurag Singh Thakur: કેન્દ્રીય માહિતી અને પ્રસારણનાં મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરના હસ્તે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version