News Continuous Bureau | Mumbai
દેશના અલગ-અલગ શહેરોમાં મેટ્રો નેટવર્ક ફેલાઈ રહ્યું છે. 1984માં દેશની પ્રથમ મેટ્રો પશ્ચિમ બંગાળમાં દોડાવવામાં આવી હતી. હવે આ રાજ્યને પાણીની નીચે ચાલતી પ્રથમ મેટ્રો બનાવવાનું સન્માન મળ્યું છે.
12 એપ્રિલે આ મેટ્રો પાણીની અંદર ચાલી અને દિવસ ઐતિહાસિક બની ગયો. હુગલી નદીના તળિયેથી લગભગ 32 મીટર ઊંડી એક ટનલ ખોદવામાં આવી છે. આ ટનલમાંથી મેટ્રો સફળતાપૂર્વક દોડી. આ પ્રોજેક્ટ કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવ્યો છે. આ ટનલના નિર્માણ માટે લગભગ 120 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
Historic! #KolkataMetro takes a deep dive.
India’s first under water metro trial run takes place from #Kolkata’s Esplanade to Howrah Maidan. @metrorailwaykol pic.twitter.com/tw1tDQJoWJ
— Sreyashi Dey (@SreyashiDey) April 12, 2023
મેટ્રોના જનરલ મેનેજરે બુધવારે (12 એપ્રિલ) લગભગ 11:55ના રોજ મેટ્રોના રેક નંબર MR 612માં મુસાફરી કરી હતી. તેણે મહાકરણથી હાવડા મેદાન એમ બે સ્ટેશન વચ્ચે મુસાફરી કરી. આ ઉપરાંત તેમની સાથે મેટ્રોના એડિશનલ જનરલ મેનેજર અને અન્ય અધિકારીઓ પણ હતા. હાવડા મેદાન સ્ટેશન પર પહોંચીને કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશનના જનરલ મેનેજરે પૂજા અર્ચના કરી હતી.
કોલકાતામાં પરીક્ષણ કરવામાં આવી રહેલી અંડર વોટર મેટ્રો ટ્રેન હુગલી નદીના પૂર્વ કિનારે એસ્પ્લેનેડ અને પશ્ચિમ કિનારે હાવડા મેદાનને જોડે છે. હાવડા મેટ્રો સ્ટેશન જમીનથી 33 મીટર નીચે છે અને એ દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન છે.
દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન લંડન-પેરિસની તર્જ પર દોડાવવામાં આવી રહી છે. આ અંડરવોટર મેટ્રોની સરખામણી લંડનના યુરોસ્ટાર સાથે કરવામાં આવી રહી છે, જે લંડન અને પેરિસને પાણીની અંદરની રેલ લિંકથી જોડે છે.