Site icon

મોદી સરકારનો મોટો નિર્ણય-પાડોશી દેશોમાંથી આવેલા અલ્પસંખ્યકોને હવે આ કાયદા અંતર્ગત મળશે ભારતીય નાગરિકતા

News Continuous Bureau | Mumbai

કેન્દ્રની મોદી સરકારે(Central govt) પાડોશી દેશોમાંથી ભારતમાં આવેલા લઘુમતીઓ(Minorities) માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે  પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી(Pakistan, Bangladesh and Afghanistan) આવેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા(Indian citizenship) આપવાનો નિર્ણય લીધો છે. જેમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના(Christianity) લોકોનો સમાવેશ થાય છે. આ તમામને નાગરિકતા અધિનિયમ(Citizenship Act), 1955 હેઠળ ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ(controversial Citizenship Amendment Act) 2019ની જગ્યાએ નાગરિકતા અધિનિયમ 1955 અંતર્ગત નાગરિકતા આપવાનું પગલું મહત્વપૂર્ણ છે.

Join Our WhatsApp Community

વિવાદોમાં રહેલા નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વની પણ જોગવાઈ કરે છે. જોકે આ કાયદા હેઠળના નિયમો સરકાર દ્વારા અત્યાર સુધી બનાવવામાં આવ્યા નથી, તેથી અત્યાર સુધી કોઈને તેના હેઠળ નાગરિકતા આપવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : મુસ્લિમ વિરોધી ચર્ચા કરવી પડી ભારે,એક ખાનગી ન્યૂઝ ચેનલને થયો ૫૦,૦૦૦નો દંડ

ગૃહ મંત્રાલય(Ministry of Home Affairs) તરફથી જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશનના માધ્યમથી આ જાણકારી સામે આવી છે. આ નોટિફિકેશન અનુસાર, ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈને નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 5, કલમ 6 અંતર્ગત નાગરિકતા આપવામાં આવશે. તેમને નાગરિકતા નિયમ 2009ની જોગવાઈ અનુસાર ભારતની નાગરિકતા તરીકે રજીસ્ટ્રેશનની મંજુરી મળશે અને દેશની નાગરિકતાના સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

Congress MP: બૂટ ભીના ન થાય તે માટે પૂર પીડિતના ખભા પર ચડી ગયા કોંગ્રેસના સાંસદ; સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ, જુઓ વિડીયો
Red Fort theft: લાલ કિલ્લામાંથી ચોરાયેલો કરોડોનો કળશ હાપુડમાંથી મળ્યો, આરોપીએ કબૂલ્યું કે એક નહીં પણ આટલા ની કરી હતી ચોરી
Mercedes Benz: જીએસટીમાં ઘટાડાની બમ્પર અસર! આ કંપનીએ કારની કિંમતોમાં કર્યો 11 લાખ સુધીનો ઘટાડો કર્યો, જુઓ કઈ કાર પર કેટલી છૂટ મળી
Mehul Choksi: ભારત માં મેહુલ ચોક્સી ને મળશે આ સુવિધા, ગૃહ મંત્રાલયે એ બેલ્જિયમ કોર્ટને આપી ખાતરી
Exit mobile version