ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
ભારતમાં વધી રહેલા ઓમીક્રોન કેસને ધ્યાને લેતા હવે ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો માટે એક અડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના સ્તરે કોરોનાનાં નવા વેરિયન્ટનો સામનો કરવા માટે જરૂરી તમામ પગલાં લે અને તૈયારી કરી રાખે.
સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્ય તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને જરૂરી પ્રતિબંધોનો નિર્ણય પણ લઈ શકે છે.
ઉલેખનીય છે કે દુનિયાની સાથે સાથે ભારતમાં પણ ઓમિક્રોનનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે. જોતજોતામાં ઓમીક્રોન હવે 19 રાજ્યો સુધી પહોંચી ગયો છે અને દેશમાં આજ સુધીમાં 578 કેસ નોંધાઈ ચૂક્યા છે.
