Site icon News Continuous Bureau | Mumbai

Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.

એરસ્પેસ પર પ્રતિબંધોને કારણે સેંકડો ઉડાન રદ, હજારો મુસાફરો અટવાયા; એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જાહેર કરી નવી માર્ગદર્શિકા.

Middle East Crisis Hits Air Travel 180 Flights Cancelled in India; Advisory Issued for Passengers.

Middle East Crisis Hits Air Travel 180 Flights Cancelled in India; Advisory Issued for Passengers.

News Continuous Bureau | Mumbai

Middle East Crisis Hits Air Travel મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિની સીધી અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. અનેક દેશોના એરસ્પેસ પર પ્રતિબંધો લાદવામાં આવતા ભારત સહિત વિશ્વભરની ઉડાન ખોરવાઈ ગઈ છે. અત્યાર સુધી પ્રાપ્ત અહેવાલો મુજબ, ઈરાન અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા હુમલાઓને કારણે સુરક્ષાના કારણોસર ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી રહી છે અથવા તેમના રૂટ બદલવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

ભારતના મુખ્ય શહેરોમાં ફ્લાઈટ્સનો ફિયાસ્કો

પશ્ચિમ એશિયામાં જારી સંઘર્ષને કારણે 4 માર્ચના રોજ મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાંથી લગભગ 180 ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી.
મુંબઈ એરપોર્ટ: કુલ 93 ફ્લાઈટ્સ રદ થઈ (48 પ્રસ્થાન અને 45 આગમન).
દિલ્હી એરપોર્ટ: કુલ 52 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી.
બેંગલુરુ એરપોર્ટ: વિવિધ એરલાઈન્સની 34 ઉડાન પ્રભાવિત થઈ. કોલકાતા એરપોર્ટથી પણ દોહા, દુબઈ અને અબુ ધાબી જેવી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. ઈન્ડિગોએ જણાવ્યું કે 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં તેમની 500થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે.

મુસાફરો માટે એડવાઈઝરી અને સ્પેશિયલ ફ્લાઈટ્સ

એર ઈન્ડિયાએમાહિતી આપી છે કે મિડલ ઈસ્ટ માટેની મોટાભાગની ઉડાન 5 માર્ચ 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી સ્થગિત રહેશે. જોકે, ફસાયેલા મુસાફરોને પાછા લાવવા માટે દુબઈ અને જેદ્દાહથી કેટલીક સ્પેશિયલ ફ્લાઈટ્સ ચલાવવામાં આવી રહી છે. કતારના એરસ્પેસ બંધ થવાને કારણે દોહાના હમાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ સેવાઓ અસ્થાયી રૂપે બંધ છે, જેના માટે ભારતીય દૂતાવાસે ભારતીયોને સતત સંપર્કમાં રહેવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા એડવાઈઝરી જાહેર કરી છે.

આ સમાચાર પણ વાંચો : Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.

UAE નો માનવીય અભિગમ અને વૈશ્વિક સ્થિતિ

સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા તેવા મુસાફરોનો ‘ઓવરસ્ટે દંડ’ માફ કરી દીધો છે જેઓ ફ્લાઈટ રદ થવાને કારણે સમયસર દેશ છોડી શક્યા નથી. બીજી તરફ, અમેરિકા અને બ્રિટન પણ પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ્સની તૈયારી કરી રહ્યા છે. તેલ અને ગેસના સપ્લાયની સાથે સાથે હવાઈ માર્ગો બંધ થવાથી વિશ્વના અર્થતંત્ર પર પણ તેની ગંભીર અસર પડવાની આશંકા સેવાઈ રહી છે.
Five Keywords –

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version