ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
7 જુલાઈ 2020
અમેરિકાનાં રાજ્ય સચિવ માઇક પોમ્પેઓએ સોમવારે એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું કે "યુનાઇટેડ સ્ટેટ્સ ટિકટોક સહિતની ચીની સોશિયલ મીડિયા એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવા માટે "નિશ્ચિતપણે" વિચારી રહ્યું છે.
યુ.એસ.ના ધારાશાસ્ત્રીઓએ 'ટિકટોક' દ્વારા વપરાશકારોના ડેટાને હેક થવાની શંકા વ્યક્ત કરી હતી, આને રાષ્ટ્રીય સુરક્ષા સામે મોટો પડકાર ગણાવ્યો છે. તેઓએ કહ્યું હતું કે, આવી ચીની એપ "ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા નિયંત્રિત અને ગુપ્તચર કામગીરીને ટેકો અને સહકાર આપતી હોય છે".
કોરોના વાયરસ ફાટી નીકળવાના મામલે યુ.એસ.-ચીન વચ્ચે તણાવ, હોંગકોંગમાં ચીનની કાર્યવાહી અને લગભગ બે વર્ષના વેપાર યુદ્ધ વચ્ચે પણ પોમ્પિયોની આ ટિપ્પણી આવી છે. જે બતાવે છે કે અમેરિકા ચીનને હવે છોડવાના મૂડ માં નથી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com