ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
દેશને ટૂંક સમયમાં જ ગે (સમલૈંગિક) જજ મળી શકે છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સિનિયર વકીલ સૌરભ કૃપાલને દિલ્હી હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ કરી છે.
ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી કોલેજિયમની 11 નવેમ્બરની બેઠકમાં આ ભલામણ કરવામાં આવી છે.
ખાસ વાત એ છે કે કેન્દ્ર તરફથી ચાર વખત કૃપાલના નામને લઈને આપત્તિ વ્યક્ત કરવા છતાં કોલેજિયમે પોતાની ભલામણ આપી છે.
કૃપાલ જાહેરમાં પોતાને ગે તરીકે ઓળખાવે છે અને સમલૈંગિક મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવે છે.
આ પહેલીવાર નથી જ્યારે સૌરભ કૃપાલને જજ બનાવવા માટે કહેવામાં આવ્યું હોય.
આ પહેલા ચાર વખત એવું બન્યું છે જ્યારે તેમના નામની ચર્ચા થઈ હતી પરંતુ દરેકે અલગ-અલગ અભિપ્રાય આપ્યા હતા.
સૌરભ કૃપાલના નામની સૌપ્રથમ 2017માં કોલેજિયમ દ્વારા દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી હતી.
શોકિંગ! મુંબઈની હવા પાટનગર દિલ્હી કરતાં પણ વધુ ‘ઝેરીલી’ બની, પ્રદૂષણનું પ્રમાણ ચોંકાવનારુ