News Continuous Bureau | Mumbai
EPFO UAN Activation : કેન્દ્ર સરકારે મંત્રાલયો/વિભાગોને આધાર પેમેન્ટ બ્રિજ મારફતે કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સબસિડી/પ્રોત્સાહનની ચુકવણી સુનિશ્ચિત કરવા તથા 100 ટકા બાયોમેટ્રિક આધાર પ્રમાણભૂતતા સુનિશ્ચિત કરવા માટેનાં નિર્દેશો જારી કરી દીધાં છે. કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરવામાં આવેલી એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજનાનો મહત્તમ સંખ્યામાં નોકરીદાતાઓ અને કર્મચારીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે શ્રમ અને રોજગાર મંત્રાલયે ઇપીએફઓને નોકરીદાતાઓ સાથે અભિયાનનાં સ્વરૂપે કામ કરવા અને કર્મચારીઓનાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સક્રિય કરવાની સુનિશ્ચિતતા કરવા સૂચના આપી છે. ઇપીએફઓ અસરકારક પહોંચ માટે તેમની ઝોનલ અને પ્રાદેશિક કચેરીઓને સામેલ કરશે.
ઓળખ દસ્તાવેજ તરીકે આધારનો ઉપયોગ સરકારી વિતરણ પ્રક્રિયાઓને સરળ બનાવે છે, પારદર્શકતા અને કાર્યદક્ષતા વધારે છે અને લાભાર્થીઓને તેમના અધિકારો અવિરતપણે પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરે છે. આધાર-આધારિત ચકાસણી પોતાની ઓળખ સાબિત કરવા માટે બહુવિધ દસ્તાવેજો તૈયાર કરવાની જરૂરિયાતને દૂર કરે છે.
પ્રથમ તબક્કામાં, નોકરીદાતાઓએ ( ELI scheme ) ચાલુ નાણાકીય વર્ષમાં જોડાનારા તેમના તમામ કર્મચારીઓ માટે આધાર-આધારિત ઓટીપી મારફતે યુએએન એક્ટિવેશનની પ્રક્રિયા 30 નવેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે, જેની શરૂઆત નવીનતમ જોડાનારાઓથી થશે. તે પછી તેઓએ તેમની સાથે કામ કરતા બધા કર્મચારીઓ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે.
આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi News: પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી ગૌતમ અદાણી પર કરી રહ્યા હતા હુમલો, અચાનક જતી રહી લાઈટ, પછી શું થયું જુઓ વીડિયોમાં…
યુએએન ( UAN Activation ) સક્રિયકરણ કર્મચારીઓને ઇપીએફઓની વ્યાપક ઓનલાઇન સેવાઓની સાતત્યપૂર્ણ સુલભતા પ્રદાન કરે છે, જે તેમને તેમના પ્રોવિડન્ટ ફંડ (પીએફ) એકાઉન્ટ્સનું અસરકારક રીતે સંચાલન કરવા, પીએફ પાસબુક જોવા અને ડાઉનલોડ કરવા, ઉપાડ, એડવાન્સિસ અથવા ટ્રાન્સફર માટે ઓનલાઇન દાવાઓ સબમિટ કરવા, વ્યક્તિગત વિગતો અપડેટ કરવા અને વાસ્તવિક સમયમાં દાવાઓને ટ્રેક કરવા સક્ષમ બનાવે છે. આને કારણે કર્મચારીઓ ( Employees ) 24/7ઈપીએફઓ સેવાઓને તેમના ઘરની આરામથી એક્સેસ કરી શકે છે, જેનાથી ઈપીએફઓ ( EPFO ) ઓફિસની ફિઝિકલ વિઝિટની જરૂરિયાત દૂર થઈ જાય છે.
આધાર-આધારિત ઓટીપી (વન-ટાઇમ પાસવર્ડ)નો ઉપયોગ કરીને સક્રિયકરણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.
EPFO UAN Activation : નોકરીદાતાઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના કર્મચારીઓ નીચે આપેલા પગલાંને અનુસરીને યુએએનને સક્રિય કરે છેઃ
- ઇપીએફઓ મેમ્બર પોર્ટલ પર જાઓ.
- “મહત્વપૂર્ણ લિંક્સ” હેઠળ “એક્ટિવેટ યુએએન” લિંક પર ક્લિક કરો.
- યુએએન, આધાર નંબર, નામ, ડીઓબી અને આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર દાખલ કરો.
- કર્મચારીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ઇપીએફઓની ડિજિટલ સેવાઓની સંપૂર્ણ શ્રેણીને એક્સેસ કરવા માટે તેમનો મોબાઇલ નંબર આધાર સાથે જોડાયેલો છે
- આધાર ઓટીપી ચકાસણી માટે સંમત થાઓ.
- તમારા આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર ઓટીપી મેળવવા માટે “ગેટ ઓથોરાઇઝેશન પિન” પર ક્લિક કરો.
- સક્રિયકરણને પૂર્ણ કરવા માટે OTP દાખલ કરો
- સફળ સક્રિયકરણ પર તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર પાસવર્ડ મોકલવામાં આવશે.
બીજા તબક્કામાં, આગળ જતા, યુએએન (UAN) સક્રિયકરણમાં ફેસ-રેકગ્નિશન ટેકનોલોજી મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની અત્યાધુનિક સુવિધાનો સમાવેશ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Bharat NCX 2024: ભારત એનસીએક્સ 2024નું થયું સત્તાવાર ઉદ્ઘાટન, સાયબર સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે હાથ ધરાઈ ખાસ કવાયત…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.