Site icon

આતંક સામે સરકારની મોટી કાર્યવાહી, ગૃહ મંત્રાલયે લશ્કરના સહયોગી TRF પર પ્રતિબંધ મૂક્યો

મંત્રાલયે કહ્યું કે આ સંગઠનની ગતિવિધિઓ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ખતરો છે અને તેના સભ્યો અને સહયોગીઓ વિરુદ્ધ મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવ્યા છે.

Pakistan-based terror outfits Lashkar-e-Taiba, Jaish-e-Mohammed planning to attack Ram Mandir in Ayodhya

અયોધ્યામાં રામ મંદિર પર આતંકી હુમલાનું કાવતરું... આ આતંકી સંગઠને બનાવ્યો પ્લાન, ગુપ્તચર એજન્સીઓ થઇ એલર્ટ..

News Continuous Bureau | Mumbai

આતંકવાદને ડામવા માટે ભારત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે UAPAની જોગવાઈઓ હેઠળ TRFને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. આ જૂથ 2019 માં પ્રતિબંધિત સંગઠન લશ્કરના પ્રોક્સી તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું, જે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સહિત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતું.

Join Our WhatsApp Community

ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, TRF આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા, આતંકવાદીઓની ભરતી કરવા, આતંકવાદીઓની ઘૂસણખોરી કરવા અને પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મીરમાં શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી કરવા માટે ઑનલાઇન માધ્યમ દ્વારા યુવાનોની ભરતી કરે છે. TRF J&K ના લોકોને ભારત સરકાર વિરુદ્ધ આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે ઉશ્કેરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યું છે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે શેખ સજ્જાદ ગુલ TRFના એક કમાન્ડર છે અને તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આ સંગઠનની ગતિવિધિઓ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ખતરો છે અને તેના સભ્યો અને સહયોગીઓ વિરુદ્ધ મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :   23 કરોડથી વધુ ટ્વિટર યુઝર્સનો ડેટા લીક, જાણો હેકર્સે મહત્વની વિગતો ક્યાં પોસ્ટ કરી

મોહમ્મદ અમીન ઉર્ફે અબુ ખુબૈબ આતંકી જાહેર

સૂચના અનુસાર, જમ્મુ-કાશ્મીરના લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મોહમ્મદ અમીન ઉર્ફે અબુ ખુબૈબને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે, જે હાલમાં પાકિસ્તાનમાં છે. ખુબૈબ સરહદ પારથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ કરવા ઉપરાંત હથિયારો અને દારૂગોળાની સપ્લાય અને ટેરર ​​ફાઇનાન્સિંગમાં સામેલ રહ્યો છે.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Exit mobile version