ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
કોરોનાનું સંક્રમણ ઘટતા દેશ ફરી એકવાર તેના જૂના સમયમાં પાછો ફરી રહ્યો છે.
આ ક્રમમાં ગૃહ મંત્રાલય હવે વિવિધ પ્રવૃત્તિઓમાં છૂટ આપવા પર વિચાર કરી રહ્યું છે.
મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને નિર્દેશ આપ્યો છે કે જોખમનું મૂલ્યાંકન કર્યા પછી શાળા, કોલેજ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ અને જીમ સહિતની વ્યાપારી પ્રવૃત્તિઓ પરનો પ્રતિબંધ હટાવામાં આવે.
આ સિવાય નાઇટ કર્ફ્યુ, જાહેર પરિવહનનું સંચાલન, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, જીમ, સ્પા, રેસ્ટોરન્ટ અને બાર પણ ખોલી શકાશે.
જો કે, કોરોના પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન થાય તેની કાળજી લેવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે આજે દેશભરમાંથી કોરોનાના 13166 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 302 લોકોના મોત થયા છે.
