Site icon

Antarashtriya Yoga Diwas Media Samman 2024: માહિતી અને પ્રસારણ મંત્રાલયે રાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન – 2024ની ત્રીજી આવૃત્તિની જાહેરાત કરી

Antarashtriya Yoga Diwas Media Samman 2024: વિવિધ ભાષાઓમાં ટેલિવિઝન, રેડિયો અને પ્રિન્ટ મીડિયાને 33 સન્માન એનાયત. યોગનો સંદેશો ફેલાવવામાં મીડિયાના યોગદાનને એવોર્ડ એનાયત

Ministry of Information and Broadcasting announced the third edition of Antarashtriya Yoga Diwas Media Samman 2024

Ministry of Information and Broadcasting announced the third edition of Antarashtriya Yoga Diwas Media Samman 2024

 News Continuous Bureau | Mumbai

 Antarashtriya Yoga Diwas Media Samman 2024: માહિતી અને પ્રસારણ મંત્રાલયે (I&B) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન 2024ના ત્રીજા સંસ્કરણની જાહેરાત કરી છે. ભારત અને વિદેશમાં યોગના સંદેશના પ્રસારમાં મીડિયાની સકારાત્મક ભૂમિકા અને જવાબદારીનો સ્વીકાર કરીને મંત્રાલયે જૂન, 2019માં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન (એવાયડીએમએસ)ની સ્થાપના કરી હતી. 

Join Our WhatsApp Community

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન 2024 અંતર્ગત ત્રણ શ્રેણીઓ જેવી કે પ્રિન્ટ, ટેલિવિઝન અને રેડિયો હેઠળ 22 ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં 33 સન્માન આપવામાં આવશે.

22 ભારતીય ભાષાઓ ( Indian languages ) અને અંગ્રેજીમાં 11 સન્માન – “વર્તમાનપત્રમાં યોગમાં શ્રેષ્ઠ મીડિયા કવરેજ” શ્રેણી હેઠળ એનાયત કરવામાં આવશે

22 ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં 11 સન્માન – “ઇલેક્ટ્રોનિક મીડિયા  ( Electronic media ) (ટીવી)માં યોગમાં શ્રેષ્ઠ મીડિયા કવરેજ” શ્રેણી હેઠળ એનાયત કરવામાં આવશે

22 ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં 11 સન્માન – “ઇલેક્ટ્રોનિક મીડિયા (રેડિયો)માં યોગમાં શ્રેષ્ઠ મીડિયા કવરેજ” શ્રેણી હેઠળ એનાયત કરવામાં આવશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ( International Yoga Day ) 

દર વર્ષે 21 જૂનના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસએ સમગ્ર વિશ્વમાં આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે એક જન આંદોલન શરૂ કર્યું છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી પ્રત્યેના તેના સર્વગ્રાહી અભિગમમાં નોંધપાત્ર રસ જાગ્યો છે, જેણે તેને વૈશ્વિક ઘટના બનાવી છે. ભારત અને વિદેશમાં યોગના સંદેશને વિસ્તૃત કરવામાં માધ્યમો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આથી, આ પ્રાચીન પ્રથા અને તેના અસંખ્ય ફાયદાઓને પ્રોત્સાહન આપવા માટે માધ્યમો જે અપાર શક્તિ અને જવાબદારી ધરાવે છે તેને ઓળખવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

આ સમાચાર  પણ વાંચો : Jammu and Kashmir: જમ્મુમાં વધુ એક આંતકી હુમલો! ડોડામાં આતંકવાદી હુમલો, સેનાના પાંચ જવાન ઘાયલ; કઠુઆમાં એક આતંકવાદી ઠાર

Antarashtriya Yoga Diwas Media Samman 2024: AYDMS ભલામણ અને માર્ગદર્શિકાઓ

સન્માન, જેમાં વિશેષ મેડલ/તકતી/ટ્રોફી અને પ્રશસ્તિપત્રનો સમાવેશ થાય છે, તેની ભલામણ સ્વતંત્ર જ્યુરી દ્વારા કરવામાં આવે છે. આ પુરસ્કારો પ્રિન્ટ મીડિયા, રેડિયો અને ટેલિવિઝન સાથે સંકળાયેલા તમામ મીડિયા ગૃહો/કંપનીઓ માટે ખુલ્લા છે, જેમની નોંધણી/માહિતી અને પ્રસારણ મંત્રાલયની મંજૂરી છે.

માર્ગદર્શિકા મુજબ, મીડિયા હાઉસ 12મી જૂન 2024થી 25મી જૂન 2024ના સમયગાળા દરમિયાન બનાવેલા અને પ્રકાશિત થયેલા લેખ(ઓ)ની સંબંધિત ક્લિપિંગ્સ અથવા ઓડિયો/વિઝ્યુઅલ કન્ટેન્ટ ટેલિકાસ્ટ/પ્રસારણ સાથે નિર્ધારિત ફોર્મેટમાં નોમિનેશનની વિગતો સબમિટ કરી શકે છે. પ્રવેશ માટેની તારીખ 8મી જુલાઈ 2024 છે. વિગતવાર માર્ગદર્શિકા પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (https://pib.gov.in/indexd.aspx) અને I&B મંત્રાલય ( Ministry of Information and Broadcasting ) (https://mib.gov.in/) ની વેબસાઇટ્સ પર મળી શકે છે. sites/default/files/AYDMS%20Guidelines%202024_0.pdf )

Antarashtriya Yoga Diwas Media Samman 2024: AYDMS ની બીજી આવૃત્તિ – 2023

પુરસ્કારોની પ્રથમ આવૃત્તિ 7મી જાન્યુઆરી, 2020ના રોજ એનાયત કરવામાં આવી હતી. AYDMS 2જી આવૃત્તિ – 2023 માટેના સન્માન હજુ સુધી એનાયત કરવામાં આવ્યા નથી. ગયા વર્ષના AYDMS (2જી આવૃત્તિ)ના વિજેતાઓને પણ આ વર્ષના વિજેતાઓ એટલે કે AYDMS (3જી આવૃત્તિ) સાથે સન્માન આપવામાં આવશે.

આ સમાચાર   પણ વાંચો : Dadar Footpath MTNL Cable: ગજબની ચોરી… મુંબઈના આ વિસ્તારમાં ફૂટપાથ ખોદીને લાખો રૂપિયાના કોપર વાયરની કરી ચોરી.. પાલિકા ઉંઘતી રહી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version