News Continuous Bureau | Mumbai
World Tourism Day : પ્રવાસન મંત્રાલય આજે વિશ્વ પ્રવાસન દિવસ-2024ની ઉજવણી ‘પ્રવાસન અને શાંતિ’ થીમ સાથે કરશે, જેમાં વિકાસ અને વૈશ્વિક સંવાદિતાને પ્રોત્સાહન આપવામાં પ્રવાસનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવામાં આવશે. આ ઉજવણી કાર્યક્રમનું આયોજન વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ( Jagdeep Dhankhar ) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
આ ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામમોહન નાયડુ, પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા પ્રવાસન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપી ઉપસ્થિત રહેશે.
World Tourism Day : આ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રાલયની નીચેની પહેલો પ્રદર્શિત કરવામાં આવશેઃ
- પર્યટન મિત્રા
- બેસ્ટ ટૂરિઝમ વિલેજ ( Best Tourism Village ) વિનર્સ
- હોસ્પિટાલિટી ચેઇન્સ સાથે ઔદ્યોગિક ભાગીદારી
- પર્યટન અને આતિથ્ય-સત્કાર માટે ઉદ્યોગની સ્થિતિ – એક હેન્ડબુક
- અતુલ્ય ભારત સામગ્રી કેન્દ્ર
આ સમાચાર પણ વાંચો : Param Rudra Supercomputers: PM મોદીએ ત્રણ પરમ રૂદ્ર સુપર કોમ્પ્યુટર કર્યા લોન્ચ, આ ક્ષેત્રોમાં અત્યાધુનિક સંશોધનને સહાય કરવા કમ્પ્યુટર્સ ભજવશે મહત્ત્વપૂર્ણ ભૂમિકા..
World Tourism Day : વિશ્વ પ્રવાસન દિવસનો ઇતિહાસ, મહત્વ અને થીમ:
સાતત્યપૂર્ણ વિકાસ અને ખાસ કરીને ગરીબી નાબૂદી માટે પ્રવાસનનો મુખ્ય સાધન તરીકે ઉપયોગ કરવાના ઉદ્દેશ સાથે, યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (યુએનડબલ્યુટીઓ) એ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યટન દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. 1980માં પ્રથમ વખત વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તારીખ 1970માં સંસ્થાના કાયદાઓને અપનાવવાની વર્ષગાંઠની ઉજવણી કરે છે, જેણે પાંચ વર્ષ પછી યુનાઇટેડ નેશન્સ ટૂરિઝમની સ્થાપના માટેનો માર્ગ મોકળો કર્યો હતો. દર વર્ષે વિશ્વ પર્યટન ( Tourism Ministry ) દિવસ એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ “પ્રવાસન અને શાંતિ” છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.