Site icon

World Tourism Day: પર્યટન મંત્રાલય આ થીમ સાથે વિશ્વ પ્રવાસન દિવસની કરશે ઉજવણી, બેસ્ટ ટૂરિઝમ વિલેજ વિજેતાઓની થશે જાહેરાત.

World Tourism Day: પર્યટન મંત્રાલય 'પ્રવાસન અને શાંતિ' થીમ સાથે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરશે. વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ મુખ્ય અતિથિ બનશે. મંત્રાલય દ્વારા બેસ્ટ ટૂરિઝમ વિલેજ વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે

Ministry of Tourism will celebrate World Tourism Day with this theme

Ministry of Tourism will celebrate World Tourism Day with this theme

News Continuous Bureau | Mumbai 

World Tourism Day : પ્રવાસન મંત્રાલય આજે  વિશ્વ પ્રવાસન દિવસ-2024ની ઉજવણી ‘પ્રવાસન અને શાંતિ’ થીમ સાથે કરશે, જેમાં વિકાસ અને વૈશ્વિક સંવાદિતાને પ્રોત્સાહન આપવામાં પ્રવાસનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવામાં આવશે. આ ઉજવણી કાર્યક્રમનું આયોજન વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ( Jagdeep Dhankhar ) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. 

Join Our WhatsApp Community

આ ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામમોહન નાયડુ, પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા પ્રવાસન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપી ઉપસ્થિત રહેશે.

World Tourism Day : આ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રાલયની નીચેની પહેલો પ્રદર્શિત કરવામાં આવશેઃ

આ સમાચાર પણ વાંચો : Param Rudra Supercomputers: PM મોદીએ ત્રણ પરમ રૂદ્ર સુપર કોમ્પ્યુટર કર્યા લોન્ચ, આ ક્ષેત્રોમાં અત્યાધુનિક સંશોધનને સહાય કરવા કમ્પ્યુટર્સ ભજવશે મહત્ત્વપૂર્ણ ભૂમિકા..

World Tourism Day : વિશ્વ પ્રવાસન દિવસનો ઇતિહાસ, મહત્વ અને થીમ:

સાતત્યપૂર્ણ વિકાસ અને ખાસ કરીને ગરીબી નાબૂદી માટે પ્રવાસનનો મુખ્ય સાધન તરીકે ઉપયોગ કરવાના ઉદ્દેશ સાથે, યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (યુએનડબલ્યુટીઓ) એ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યટન દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. 1980માં પ્રથમ વખત વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તારીખ 1970માં સંસ્થાના કાયદાઓને અપનાવવાની વર્ષગાંઠની ઉજવણી કરે છે, જેણે પાંચ વર્ષ પછી યુનાઇટેડ નેશન્સ ટૂરિઝમની સ્થાપના માટેનો માર્ગ મોકળો કર્યો હતો. દર વર્ષે વિશ્વ પર્યટન ( Tourism Ministry ) દિવસ એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ “પ્રવાસન અને શાંતિ” છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
ખીજડીયા (Khijadiya): જામનગરનું ખીજડીયા (Khijadiya) પક્ષી અભયારણ્ય શિયાળામાં યાયાવર પક્ષીઓનું પ્રિય ગંતવ્ય
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
Exit mobile version