News Continuous Bureau | Mumbai
Mission Gaganyaan: અનેક અવરોધો અને પડકારોને પાર કરીને ઈસરોએ ( ISRO ) ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ ( Test flight ) શરૂ કરીને ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ શ્રીહરિકોટાના ( Sriharikota ) સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ( Satish Dhawan Space Center ) ગગનયાનના ક્રૂ મોડ્યુલને ( Crew Module ) લોન્ચ કર્યું હતું. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 ( Test vehicle abort mission-1 ) અને ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાયન્ટ (ટીવી-ડી1) પણ કહેવામાં આવે છે. ઈસરોના ચીફ એસ સોમનાથે ( S Somnath ) કહ્યું કે અગાઉ આ મિશનને ટેકનિકલ કારણોસર રોકી દેવામાં આવ્યું હતું. આજે પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ 7.30 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ ખરાબ હવામાનને કારણે બે વખત સમય બદલવામાં આવ્યો હતો. ત્યારપછી તેને 8 વાગે લોન્ચ કરવાનું હતું પરંતુ ખરાબ હવામાનને કારણે તેનો સમય ફરીથી બદલીને 8.45 કરવામાં આવ્યો હતો અને અંતે લોન્ચિંગ મુલતવી રાખવું પડ્યું હતું અને ત્યારબાદ તેને 10 વાગે લોન્ચ કરવામાં આવ્યુ છે..
#WATCH | Sriharikota: ISRO launches test flight for Gaganyaan mission
ISRO says “Mission going as planned” pic.twitter.com/2mWyLYAVCS
— ANI (@ANI) October 21, 2023
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે શ્રીહરિકોટા ટેસ્ટ રેન્જથી ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટિંગ ફ્લાઈટના લોન્ચ કરવામાં આવી છે. આ પહેલા તેને થોડા સમય માટે અટકાવવામાં આવ્યું હતું પણ હવે ISROએ ગગનયાન મિશનની પ્રથમ ટ્રાયલમાં ફ્લાઈટ TV-D1નું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું છે. ક્રૂ એસ્કેપ મોડ્યુલ પ્રક્ષેપણ બાદ અવકાશમાં પહોંચ્યું હતું અને પછી બંગાળની ખાડીમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
ISRO ચીફે એસ. સોમનાથે ગગનયાનની સફળતા અંગે કહ્યું હતું કે ગગનયાન TV-D1 મિશનની સફળતાની જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. આ ઉપરાંત ISRO ચીફે તમામ વૈજ્ઞાનિકને શુભેચ્છા પાઠવી હતી. ISROના ગગનયાન મિશનની ફ્લાઈટ TV-D-1નું પરીક્ષણ સફળ રહ્યું હતું. ક્રૂ એસ્કેપ મોડ્યુલ પ્રક્ષેપણ બાદ અવકાશમાં પહોંચ્યું હતું અને પછી બંગાળની ખાડીમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Weather Update Today: હવામાન વિભાગની આગાહી! ઠંડીની શરૂઆત વચ્ચે આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ.. જાણો સંપુર્ણ રિપોર્ટ વિગતે..
#WATCH | Sriharikota: ISRO launches test flight for Gaganyaan mission after first test flight was aborted pic.twitter.com/pIbmjyJj3W
— ANI (@ANI) October 21, 2023
આ મિશનમાં માણસને પૃથ્વીથી સ્પેસ શટલ મારફતે અંતરીક્ષમાં મોકલવામાં આવશે…..
ISRO નું આ મિશન અત્યારે સુધીના બધા મિશનથી ખુબજ અલગ અને ખાસ છે. અત્યાર સુધીમાં ભારત દ્વારા કરવામાં આવેલા બધા જ સ્પેસ મિશન માનવ રહિત હતા. પરંતુ આ મિશનમાં માણસને પૃથ્વીથી સ્પેસ શટલ મારફતે અંતરીક્ષમાં મોકલવામાં આવશે. ત્યાં સાત દિવસ વિતાવીને પાછો પૃથ્વી પર આવશે. આ પ્રક્રિયા ખુબ જોખમી છે આથી જ દુનિયામાં ઘણા ઓછા દેશ છે જેણે આ પ્રકારના સ્પેસ મિશન સફળતાપૂર્વક કર્યા હોય.
ISRO આ મિશન દ્વારા પૃથ્વીની નીચલા ભ્રમણકક્ષા (LEO)માં માનવયુક્ત અવકાશયાન મોકલશે. ISROનો ઉદ્દેશ્ય મનુષ્યોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલવાનો અને આમ કરવા માટે સ્વદેશી ક્ષમતા વિકસાવવાનો છે. આ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. ઈસરોનો દાવો છે કે સુરક્ષાની દૃષ્ટિએ આ મિશન માટે જઈ રહેલા અવકાશયાત્રીઓને પૃથ્વી પર મળે તેવી લાઈફ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવશે. તેમની સુરક્ષા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. મિશન શરૂ કરતા પહેલા અનેક ટેસ્ટ કરીને તેમની સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે. આમાં એર ડ્રોપ ટેસ્ટ (IADT), પેડ એબોર્ટ ટેસ્ટ (PAT) અને ટેસ્ટ વ્હીકલ (TV) ફ્લાઇટનો સમાવેશ થાય છે. આ પરીક્ષણોના પરિણામો જ જણાવશે કે આ મિશન અવકાશયાત્રીઓને લઈ જવા માટે કેટલું સક્ષમ છે. ગગનયાન મિશન બનાવવામાં ISROએ DRDO અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની પણ મદદ લીધી છે. જો ISRO અવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં સફળ થાય છે, તો તે અમેરિકા, રશિયા અને ચીન પછી માનવીને અવકાશમાં મોકલનાર ચોથો દેશ બની જશે.