News Continuous Bureau | Mumbai
- પ્રધાનમંત્રી ‘મિશન મૌસમ’નો શુભારંભ કરશે અને IMD વિઝન-2047 દસ્તાવેજ બહાર પાડશે
Mission Mausam: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી આપણા દેશને ‘હવામાન પ્રત્યે તૈયાર અને જળવાયુમાં સ્માર્ટ’ રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે ‘મિશન મૌસમ’નો શુભારંભ કરશે. આ મિશનનો ઉદ્દેશ્ય અત્યાધુનિક રીતે હવામાન દેખરેખ ટેકનિક અને સિસ્ટમ વિકસિત કરીને, ઉચ્ચ-રિઝોલ્યુશન વાતાવરણીય અવલોકનો, આગામી પેઢીના રડાર અને ઉપગ્રહો તેમજ ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટર્સનો અમલ કરીને આ પ્રાપ્ત કરવાનો છે. આ હવામાન અને જળવાયુ પ્રક્રિયાઓની સમજણને વધુ યોગ્ય બનાવવા, વાયુ ગુણવત્તા ડેટા પ્રદાન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે જે લાંબા ગાળે હવામાન વ્યવસ્થાપન અને હસ્તક્ષેપની વ્યૂહરચના બનાવવામાં પણ મદદ કરશે.
આ સમાચાર પણ વાંચો: Z-Morh Tunnel: PM મોદી આજે જમ્મુ અને કાશ્મીરની લેશે મુલાકાત, સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી હવામાન સ્થિતિસ્થાપકતા અને જળવાયુ પરિવર્તન અનુકૂલન માટે IMD વિઝન-2047 દસ્તાવેજ પણ બહાર પાડશે. જેમાં હવામાનની આગાહી, હવામાન વ્યવસ્થાપન અને જળવાયુ પરિવર્તન ઘટાડવા માટેની યોજનાઓનો સમાવેશ થાય છે.
IMDના 150મા સ્થાપના દિવસની ઉજવણી માટે, છેલ્લા 150 વર્ષો દરમિયાન IMDની સિદ્ધિઓ, ભારતને જળવાયુ-સ્થિતિસ્થાપક બનાવવામાં તેની ભૂમિકા અને વિવિધ આબોહવા અને હવામાનને લગતી સેવાઓ પૂરી પાડવામાં સરકારી સંસ્થાઓ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા દર્શાવવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.