Site icon

Mock Drill :શું ફરી કંઈક મોટું થવાનું છે? આવતીકાલે ફરી પાકિસ્તાનની સરહદે આવેલા આ 4 રાજ્યોમાં યોજાશે મોક ડ્રીલ..

Mock Drill : આવતીકાલે ગુરુવારે સાંજે ફરી એકવાર પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં મોક ડ્રીલ યોજાશે. આ અંગે વહીવટીતંત્ર દ્વારા આદેશો જારી કરવામાં આવ્યા છે. આ મોક ડ્રીલ રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ગુજરાતમાં યોજાશે. આ સમય દરમિયાન, વહીવટીતંત્ર લોકોને સતર્ક રહેવા માટે કહેશે.

Mock Drill Mock Drill In States Near Pakistan Border On 29th May Gujarat Rajasthan Jammu And Kashmir Punjab

Mock Drill Mock Drill In States Near Pakistan Border On 29th May Gujarat Rajasthan Jammu And Kashmir Punjab

News Continuous Bureau | Mumbai 

Mock Drill :ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા 4 રાજ્યોમાં ફરી એકવાર મોક ડ્રીલની જાહેરાત કરવામાં આવી છે. 29 મેના રોજ ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાશે. આ કવાયત ‘ઓપરેશન સિંદૂર’ પછી થઈ રહી છે, જે ભારતે 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાન સામે શરૂ કર્યું હતું.

Join Our WhatsApp Community

Mock Drill : 4  રાજ્યોમાં મોક ડ્રીલ કરવાનો આદેશ 

 સરકારે પાકિસ્તાન સરહદને અડીને આવેલા 4  રાજ્યોમાં મોક ડ્રીલ કરવાનો આદેશ જારી કર્યો છે. આ મોક ડ્રીલ રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ગુજરાતમાં યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 29 મેના રોજ યોજાનારી મોક ડ્રીલમાં નાગરિક સંરક્ષણની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે રાજ્યો કેટલા તૈયાર છે તે જોવામાં આવશે. લોકોને સાવધ રહેવાનું કહેવામાં આવ્યું છે અને આ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી.

આ સમાચાર પણ વાંચો : ITR Filing 2025: કરદાતાઓને મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR; લંબાવાઈ ડેડલાઈન..

ભારત અને પાકિસ્તાન 3300 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. જમ્મુ અને કાશ્મીરમાં સરહદને LOC કહેવામાં આવે છે. અગાઉ પણ, સરકારે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાની જાહેરાત કરી હતી.

Mock Drill : ભારતે 9 આતંકવાદી ઠેકાણાઓ  ને ઉડાવ્યા 

ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ પછી, પાકિસ્તાન તરફથી ભારતના સરહદી રાજ્યોમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કરવામાં આવ્યા. જોકે, ભારતના હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version