ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને જાહેર બાંધકામપ્રધાન અશોક ચવ્હાણ ગઈકાલે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. એમાં કેન્દ્રમાં બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. બેઠક શરૂ થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવારના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું? આ સવાલ અજિત પવારને કરવામાં આવ્યો હતો એવું મનાય છે.
અગાઉ શરદ પવારને બે વાર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એથી વડા પ્રધાન મોદીએ શરદ પવારની તબિયત અંગે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પૂછ્યું હતું. તેમણે અજિત પવારને પૂછ્યું હતું કે તેઓ કેવી રીતે કામ કરી રહ્યા છે? હવે શરદ પવારની તબિયત સારી છે, કે કેમ?
રસીકરણની ઝડપમાં ભારતે અમેરિકાને છોડ્યું પાછળ ; અત્યાર સુધીમાં 23 કરોડથી વધુ લોકોનું કર્યું રસીકરણ
ઉલ્લેખનીય છે કે આ સવાલના જવાબમાં અજિત પવારે કહ્યું હતું કે હા, પવારની તબિયત સારી છે, પરંતુ વડા પ્રધાન દ્વારા પુછાયેલા સવાલ બાદ હવે એવી અટકળો થઈ રહી છે કે શરદ પવાર શું ખરેખર હેમખેમ છે? જોકે, દિલ્હીમાં યોજાયેલી આ પ્રતિનિધિમંડળની બેઠકમાં પૂર્વે શરદ પવાર રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા, ત્યારે તેમનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના કોઈ અહેવાલ ન હતા.