Modi Cabinet : મોદી કેબિનેટનો મોટો નિર્ણય, વિશ્વકર્મા સ્કીમ અને PM ઈ-બસ સેવાને સહિત આ પ્રોજેક્ટને આપી મંજૂરી..

Modi Cabinet :વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રેલવે સંબંધિત 7 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ નવી રેલ્વે લાઈનો નાખવા અને રેલલાઈન અપગ્રેડેશન સાથે સંબંધિત છે.

by Admin mm
Govt rejects speculation as ‘just rumours’, says ‘clearly showing mindset’

News Continuous Bureau | Mumbai 
Modi Cabinet : પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે (16 ઓગસ્ટ) કેન્દ્રીય કેબિનેટ(Modi cabinet)ની બેઠક યોજાઈ હતી. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠક બાદ કેન્દ્રીય કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પીએમ ઈ-બસ સેવા (PM e-Bus Sewa scheme) ને મંજૂરી આપવામાં આવી છે. આના પર 57,613 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. દેશભરમાં લગભગ 10,000 નવી ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે. 57,613 કરોડ રૂપિયામાંથી 20,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. મોદીનો આ નિર્ણય સરકાર એવા સમયે આવી છે જ્યારે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી(Loksabha election) યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં શહેરોને આવરી લઈને સામાન્ય લોકોને રાહત આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પીએમ ઈ-બસ સેવા મંજૂર

અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ યોજનામાં 3 લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર 10,000 ઈ-બસ સાથે સિટી બસની કામગીરી કરવામાં આવશે. આ યોજના 10 વર્ષ સુધી બસ સંચાલનને સમર્થન આપશે. તે જ સમયે, કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં કારીગરો માટે વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. કેબિનેટે 13,000 કરોડ રૂપિયાની વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી છે.

55 હજાર લોકોને રોજગારી મળી શકશે

સરકારના આ નિર્ણય હેઠળ દેશના અલગ-અલગ ભાગોમાં ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. આ ઇલેક્ટ્રિક બસો પર્યાવરણને અનુકૂળ હશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે દેશના 169 શહેરોમાંથી 100 શહેરોને આ માટે પસંદ કરવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે ચેલેન્જ મેથડ દ્વારા શહેરોની પસંદગી કરવામાં આવશે. હિલ સ્ટેશન, કેન્દ્રશાસિત પ્રદેશો પણ તેના દાયરામાં આવશે. આના દ્વારા 55 હજારને સીધી રોજગારી મળવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : Millionaire Thief: નેપાળમાં હોટલ, યુપીમાં ગેસ્ટ હાઉસ..200થી વધુ ચોરીઓને અંજામ આપનારા ચોરના નામે કરોડોની સંપતિ… જાણો કરોડપતિ ચોરની આ રસપ્રદ કહાની..…

વિશ્વકર્મા યોજના પણ મંજૂર

તેમણે કહ્યું કે આ સાથે કારીગરોને 5 ટકાના દરે 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. વિશ્વકર્મા યોજના(Vishwakarma scheme) થી 30 લાખ કારીગર પરિવારોને ફાયદો થશે. આ સિવાય કેબિનેટે 14,903 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ડિજીલોકર હાલમાં ફક્ત નાગરિકો માટે જ ઉપલબ્ધ છે અને હવે તેના 40 કરોડથી વધુ ગ્રાહકો છે. ટૂંક સમયમાં MSMEs માટે DigiLockerનું નવું એક્સ્ટેંશન લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે ભારતીય રેલવેના સાત મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે.

રેલવેને લગતા 7 પ્રોજેક્ટને પણ મંજૂરી

આ સાથે રેલવે સંબંધિત 7 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ નવી રેલ્વે લાઈનો નાખવા અને રેલલાઈન અપગ્રેડેશન(Rail line Upgradation) સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ્સ લગભગ રૂ. 20,000 કરોડના ખર્ચે પૂર્ણ થશે. આ રૂ. 4,195 કરોડના ખર્ચે સમગ્ર ભારતમાં 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસની તૈયારીઓનો એક ભાગ છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમૃત ભારત સ્ટેશન યોજનાને અનુરૂપ છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More