ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ઓગસ્ટ 2020
કેન્દ્રીય મંત્રીમંડળની આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં યુવાનોને નોકરીની તલાશ માટે એરપોર્ટનું ખાનગીકરણ અને પરીક્ષણ એજન્સી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારે દેશના વધુ 6 એરપોર્ટનું મેનેજમેન્ટ અને ઓપરેશન ખાનગી કંપનીઓને સોંપવામાં આવ્યું છે. આ સાથે, નેશનલ રિક્રૂટમન્ટ એજન્સી (NRA)ને ગૌણ પોસ્ટ્સ માટે સામાન્ય પાત્રતા સાથે પ્રવેશ પરીક્ષા (CET) આયોજિત કરવાનો અધિકાર આપી દેવામાં આવ્યો છે.
કેબિનેટના આ નિર્ણયોને વર્ણવતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ‘યુવાનોને નોકરી માટે અનેક પરીક્ષાઓ આપવી પડે છે. પરંતુ હવે તે સમાપ્ત થશે અને એનઆરએ હવે સીઈટી લેશે. તેનાથી યુવાનોને લાભ થશે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘યુવાનોની વર્ષોથી માંગ હતી પરંતુ અત્યાર સુધી આ અંગે કોઈ નિર્ણય લેવાયો ન હતો. હવે આ નિર્ણય લેવાતા યુવાનોની સમસ્યા દૂર થશે અને તેમના પૈસા પણ બચશે. હવે યુવાનોને એક જ પરીક્ષા આપી આગળ વધવાની તક મળશે.’
દેશમાં આર્થિક ફેરફારોને આગળ વધારવા માટે મોદી કેબિનેટે ઇંદોર, રાંચી, અમૃતસર, ભુવનેશ્વર, ત્રિચી અને રાયપુરના કુલ 6 એરપોર્ટના ખાનગીકરણને મંજૂરી આપી દીધી છે. સરકારની મંજૂરી બાદ આ એરપોર્ટોના ખાનગીકરણ માટેની બિડિંગ પ્રક્રિયા આ વર્ષથી જ શરૂ થશે. કેબિનેટ દ્વારા જાહેર ખાનગી ભાગીદારી દ્વારા જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટને ભાડા પર આપવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકારે એરપોર્ટ ઓથોરિટીના 12 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ અમદાવાદ, મેંગલુરૂ, લખનઉ, ગુવાહાટી, તિરુવનંતપુરમ અને જયપુર અરપોર્ટનું ખાનગીકરણ પહેલાથી જ કરવામાં આવી ચૂક્યુ છે. અદાણી ગૃપે સૌથી ઉંચી બોલી લગાવી આ એરપોર્ટને ખરીદી લીધા છે.
નોંધનીય છે કે કોરોના સંકટની વચ્ચે, 29 જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં મોદી સરકારે દેશમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી હતી. આ સાથે, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) નું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરાયું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com