વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં આ સપ્તાહે વિસ્તાર કરવામા આવી શકે છે. આ માટે 20 થી 22 મંત્રીઓ શપથ લઈ શકે છે.
સૂત્રોના જણાવ્યાનુસાર 6 થી 8 જુલાઈ વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધનનો ભાગ રહેલા રાજકીય દળના નેતાઓ પણ મોદી કેબિનેટનો ભાગ બની શકે છે અને જેડીયુ, એલજેપી ઉપરાંત અપના દળના નેતાઓ મંત્રી પદ માટે શપથ લઈ શકે છે.
કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલ 53 મંત્રીઓ સામેલ છે અને વિસ્તાર બાદ 81 સભ્ય થઈ જશે.