News Continuous Bureau | Mumbai
કોરોના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની(Prime Minister Narendra Modi) સરકારની લોકપ્રિયતા એકદમ ટોચે પહોંચી ગઈ છે. મોદીની આગેવાની હેઠળની NDAની સરકારનું એપ્રુવલ રેટિંગ(Approval rating) વર્તમાન સમયમાં તેના સર્વોચ્ચ સ્થાને પહોંચી ગઈ હોવાનું તાજેતરના એક સર્વેક્ષણમાં(survey) બહાર આવ્યું છે. જોકે જીવન આવશ્યક વસ્તુઓની વધતી જતી કિંમત અને બેરોજગારી હજી ચિંતાનો વિષય હોવાનું સર્વેક્ષણમાં જણાયું હતું.
મોદી સરકારે(Modi government) 8 વર્ષ પૂરા કર્યા છે. 2014ની સાલમાં વિજય મેળવ્યા બાદ 2019માં ફરી એક વખત સત્તામાં આવી હતી. આ ઐતિહાસિક વિજયની(historic victory) દેશભરમાં ભાજપ(BJP) ઊજવણી કરી રહ્યું છે ત્યારે લોકલ સર્કલમાં કરવામાં આવેલા સર્વેમાં 64,000 લોકોમાંથી 67 ટકા લોકોએ જણાવ્યું હતું કે મોદી સરકાર તેના બીજા કાર્યકાળમાં અપેક્ષા પર ખરી ઉતરી હતી. સર્વેમાં ભાગ લેનારાઓને મોટા ભાગના લોકોના કહેવા મુજબ મોદી સરકારે પહેલી ટર્મ કરતા બીજી ટર્મમાં વધુ સારો દેખાવ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો- વિદેશ પ્રવાસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સેન્ચ્યુરી- 8 વર્ષમાં આટલી વખત વિદેશ પ્રવાસનો રેકોર્ડ
2020માં જયારે કોરોના મહામારી(Corona epidemic) શરૂ થઈ ત્યારે મોદી સરકારની લોકપ્રિયતા 51 ટકા પરી હતી. જ્યારે કોરોનાની બીજી લહેર આવી ત્યારે મોદી સરકારનું એપ્રુવલ રેટિંગ ઉછળીને 62 ટકા પર પહોંચી ગયું છે. આ આંકડા આશ્ચર્યજનક છે, કેમ કે કોરોનાની બીજી લહેર(Corona's second wave) દરમિયાન જ દેશમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા.
સર્વેમાં મોટાભાગના લોકોએ મોદી સરકાર દેશમાં કોરોનાની આગામી લહેરનો સામનો કરવા સજ્જ હોવાનું કહ્યું હતું. સર્વેમાં જોકે મોટાભાગના લોકોએ એટલે કે 47 ટકા લોકોએ બેરોજગારી બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.