Site icon

મોદી સરકારનો મોટો નિર્ણય: દેશની આ અગ્રણી ઓઇલ ઉત્પાદક કંપનીની 1.5 ટકા ભાગીદારી વેચી દેશે, જાણો કેટલાં હજાર કરોડ ભેગાં કરવાનો પ્લાન 

News Continuous Bureau | Mumbai

કેન્દ્રની સરકાર એટલે મોદી સરકાર આ સપ્તાહે દેશની અગ્રણી ઓઈલ અને ગેસ ઉત્પાદક કંપની  ONGC (Oil and Natural Gas Corporation)નો ૧.૫ ટકા હિસ્સો આશરે રૂ. ૩,૦૦૦ કરોડમાં વેચશે. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સરકારે ૩૦મી માર્ચ ૨૦૨૨ના રોજ કંપનીના ૯,૪૩,૫૨,૦૯૪ શેર નોન-રિટેલ રોકાણકારોને અને ૩૧મી માર્ચે રિટેલ રોકાણકારોને વેચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે ઊંચી બિડના કિસ્સામાં ૯,૪૩,૫૨,૦૯૪ વધારાના ઇક્વિટી શેર વેચવાનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે. કંપનીએ વેચાણ ઓફરની કિંમત ૧૫૯ રૂપિયા પ્રતિ શેર રાખી છે.

ONGCએ શેરબજારને જણાવ્યું હતું કે આ કિંમત BSE પર કંપનીના શેરની મંગળવારે બંધ કિંમત ૧૭૧.૦૫ રૂપિયા કરતાં સાત ટકા ઓછી છે. સરકાર ONGC માં ૬૦.૪૧ ટકા હિસ્સો ધરાવે છે. કંપની દેશના અડધા તેલ અને ગેસનું ઉત્પાદન કરે છે. ઓફર ફોર સેલમાં ૨૫ ટકા શેર મ્યુચ્યુઅલ ફંડ અને વીમા કંપનીઓ માટે જ્યારે ૧૦ ટકા રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવ્યા છે. છૂટક રોકાણકારો રૂ. ૨ લાખના મૂલ્ય સુધીના શેર માટે બિડ સબમિટ કરી શકે છે. ર્ંદ્ગય્ઝ્રના કર્મચારીઓ દરેક રૂપિયા ૫ લાખ સુધીના શેર માટે અરજી કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય કર્મચારીઓને બલ્લે-બલ્લે, મોદી સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો આટલાં % ટકાનો વધારો; જાણો વિગતે

 OFSમાં ઓછામાં ઓછા ૨૫% શેર મ્યુચ્યુઅલ ફંડ અને વીમા કંપનીઓ માટે આરક્ષિત છે જ્યારે ૧૦% રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. રિટેલ રોકાણકારો ૨ લાખથી વધુ શેર માટે બિડ કરી શકશે નહીં. ONGC ના કર્મચારીઓ ૫ લાખ રૂપિયા સુધીના ઈક્વિટી શેર માટે અરજી કરી શકે છે.  OFSમાં વેચવામાં આવતા ઇક્વિટી શેરના ૦.૦૭૫% કટ-ઓફ ભાવે પાત્ર કર્મચારીઓ માટે છે. 

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં કેન્દ્ર સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ અને ડિવિડન્ડ દ્વારા આશરે રૂ. ૪૫,૪૮૫.૮૭ કરોડ ઊભા કર્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે સરકારનું સુધારેલું ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય રૂ. ૭૮,૦૦૦ કરોડ છે. શરૂઆતમાં આ લક્ષ્ય ૧.૭૫ ટ્રિલિયન રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version