ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 જુન 2020
કોંગ્રેસના અધ્યક્ષ સોનિય ગાંધીએ ચીન મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે "ભાજપના નેતૃત્ય હેઠળની કેન્દ્ર સરકારના મિસમેનેજમેન્ટને લીધે સરહદ પર ભારતને ચીન સાથે ઘર્ષણ થયું હતું. આ પાછળ ભારત સરકારની ખોટી નીતિઓ જવાબદાર છે.
કોંગ્રેસની આજરોજ મળેલી વર્કિંગ કમિટીની બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ જણાવ્યું કે, જો ચીન સાથે સરહદે ગતિરોધના મુદ્દે દ્રઢતાથી કામ નહીં લેવાય તો ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
સીડબલ્યુસીમાં કોંગ્રેસે, ક્રૂર રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા માટે આડે હાથ લીધા, કહ્યું "વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા છે ત્યારે સતત 17માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે" ઉપરાંત કોરોના વાયરસ મહામારીમાં કેન્દ્રનું મિસમેનેજમેન્ટ એ મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા રહી છે.
સોનિયાએ કહ્યું કે, દુર્ભાગ્ય ક્યારેય એકલું નથી આવતું. ભારત આર્થિક કટોકટીથી પ્રભાવિત થયું છે, મહામારીએ ભરડો લીધો છે અને હવે ચીન સાથે સરહદે સંકટ ઊભું થયું છે. આ તમામ સકંટ માટે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનો ગેરવહીવટ તેમજ ખોટી નીતિઓ જવાબદાર છે..અંત કહ્યું કે 'કોંગ્રેસ પક્ષ આ મુદ્દે ચાંપતી નજર રાખી રહ્યો છે'….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com