News Continuous Bureau | Mumbai
Monsoon Arrival: ભારતીય હવામાન વિભાગ ( IMD ) એ બુધવારે (29 મે, 2024) નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું સમય પહેલાં આવી શકે છે. IMDએ વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું આગાહી કરતાં એક દિવસ વહેલું ગુરુવારે (30 એપ્રિલ, 2024) કેરળના દરિયાકાંઠે અને ઉત્તરપૂર્વના ભાગોમાં ત્રાટકે તેવી શક્યતા છે.
આ પહેલા હવામાન વિભાગે ( IMD forecast ) કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી ( Monsoon Forecast ) કરી હતી. જ્યારે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 5 જૂન છે. આવી સ્થિતિમાં ચર્ચા થઈ રહી છે કે ચોમાસાના અકાળે આગમન પાછળનું કારણ શું છે? આનો જવાબ હવામાનશાસ્ત્રીઓએ આપ્યો છે.
Monsoon Arrival: ચક્રવાત રેમાલ, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, તેણે ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો હતો….
મિડીયા રિપોર્ટ મુજબ, હવામાનશાસ્ત્રીઓને ટાંકીને કહ્યું હતું કે, ચોમાસાના વહેલા આગમનનું એક કારણ ચક્રવાતી તોફાન રેમલ હોઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓએ નિવેદન આપતા આગળ જણાવ્યું હતું કે, ચક્રવાત રેમાલ, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, તેણે ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો હતો. ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું આ એક કારણ હોઈ શકે છે.
જોકે ચક્રવાતી તોફાન રેમલની ( Cyclone Remal ) અસર પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં સૌથી વધુ જોવા મળી હતી..
આ સમાચાર પણ વાંચો: Lok Sabha Election 2024: શું આ ચૂંટણીમાં કર્ણાટકમાં ચાલશે ભાજપ ગુજરાત મોડલ? નિષ્ણાંતો આ વિષય પર શું કરી આગાહી…
Monsoon Arrival: ચક્રવાતી તોફાન રેમલને કારણે ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થયું છે…
ચક્રવાતી તોફાન રેમલને કારણે ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદ ( Heavy Rainfall ) અને ભૂસ્ખલન થયું છે, જેના પરિણામે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ જાનહાનિ થઈ હતી . જેના કારણે 30થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા થયા હતા. આ ઉપરાંત અનેક મકાનો પણ ધરાશાયી થયા હતા.
મિઝોરમના આઈઝોલ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલન અને વરસાદને પગલે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા બાદ મૃતકોની સંખ્યા વધીને હવે 29 થઈ ગઈ હતી. જ્યારે આસામમાં 4, નાગાલેન્ડમાં 4 અને મેઘાલયમાં 2 લોકોના મોત થયા હતા.