Site icon

Monsoon Session 2023: અવિશ્વાસ પ્રસ્તાવ પર PM મોદીની 2018ની આગાહી સાચી સાબિત થઈ…. વાંચો અહીંયા શું છે આ રસપ્રદ મુદ્દો….

 Monsoon Session 2023: પીએમ મોદીનો 2018નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ મોદીએ વિપક્ષને કહ્યું કે સારી તૈયારી કરો, 2023માં તમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની બીજી તક મળશે.

No Confidence Motion: Rahul Gandhi's attack on Manipur issue, Prime Minister Narendra Modi will answer the no confidence motion today

PM Narendra Modi: 'The alliance in Maharashtra was broken by Thackeray, not by BJP'; Prime Minister Modi's big statement in the meeting of NDA MPs

News Continuous Bureau | Mumbai

Monsoon Session 2023: સંસદના ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) દરમિયાન સરકાર અને વિપક્ષ સામસામે છે. મણિપુરમાં હિંસા અને મહિલાઓ સાથે દુષ્કર્મને લઈને લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થઈ રહ્યો છે. આ દરમિયાન વિપક્ષે સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો ચાર વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે , જેમાં તેમણે 2023માં જ તેમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની આગાહી કરી હતી.

Join Our WhatsApp Community

વિપક્ષ શા માટે પીએમ મોદી પર હુમલો કરી રહ્યો છે?

મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને રાજ્યમાં બગડતી પરિસ્થિતિને લઈને વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસ અને ભારત રાષ્ટ્ર સમિતિએ બુધવારે (26 જુલાઈ) લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની આગાહીનો 2018નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદીએ વિપક્ષને 2023માં અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર રહેવા કહ્યું હતું.
પીએમ મોદીના આ નિવેદન બાદ લોકસભામાં સાંસદો ખૂબ હસ્યા. 2018 માં, પીએમ મોદીએ આ નિવેદન NDAએ પ્રચંડ બહુમતી સાથે વિશ્વાસ મત જીત્યા પછી આપ્યું હતું. 2018 માં, તેલુગુ દેશમ પાર્ટીએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો, જેને ઘણા વિરોધ પક્ષોએ ટેકો આપ્યો. તત્કાલીન લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને વિશ્વાસ મતની મંજૂરી આપી હતી. જો કે આ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન NDAને 314 વોટ મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Monsoon session 2023: લોકસભામાં કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર, જાણો આ પ્રસ્તાવના 10 મહત્ત્વના મુદ્દાઓ.. 

PM મોદીએ શું કહ્યું

PM મોદીએ ત્યારે કહ્યું હતું કે, ‘હું ઈચ્છું છું કે તમે સારી તૈયારી કરો. 2023 માં, તમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની બીજી તક મળશે. પીએમ મોદીની આ ભવિષ્યવાણીને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. તેમના નિવેદનને વિપક્ષી દળોએ વડાપ્રધાન મોદીનો ઘમંડ ગણાવ્યો હતો. આનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું, ‘આ અમારું સમર્પણ છે. ઘમંડનું પરિણામ એ છે કે તમે (કોંગ્રેસ) 400 થી 40 સુધી પહોંચી ગયા છો. અમારી પાસે સેવાલક્ષી નીતિ છે, તેથી જ અમે 2 થી અહીં સુધી પહોંચ્યા છીએ.

Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Exit mobile version