કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થતાંની સાથે જ દેશના અનેક રાજ્યોમાં લાગુ પ્રતિબંધ હવે ધીમે-ધીમે હટવા લાગ્યા છે. આ હેઠળ હવે કોરોનાને કારણે બંધ તમામ સ્મારકોને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરતા જણાવ્યું કે આજે પ્રવાસન મંત્રાલયે તમામ સ્મારકોને 16 જુન 2021 થી વિધિવત ખોલવાની મંજૂરી આપી છે.
પ્રવાસીઓ કોરોનાના નિયમોનું પાલન કરીને સ્મારકોની મુલાકાત લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરના કારણે 15 એપ્રિલે તમામ સંરક્ષિત ઈમારતોને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે પ્રવાસન ઉદ્યોગોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.