ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
હાલમાં દેશમાં મોટા પાયે કોરોના રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. લોકોને કોરોના રસીના બન્ને ડોઝ લેવા માટે અપીલ કરાઈ રહી છે. તે છતાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન ન લઈને બેદરકારી દાખવી રહ્યા છે. પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ નહિ લેનારા લોકો બાબતે સ્વાસ્થ્ય મંત્રાલયે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે.
આંકડા મુજબ દેશમાં અંદાજે ૬.૧૨ કરોડ લોકોએ બીજો ડોઝ લીધો નથી. તેમાંથી ૧૦ ટકા લોકોએ પ્રથમ ડોઝ કોવેક્સિનનો લીધો હતો. તેમણે ૪૨ દિવસ બાદ બીજો ડોઝ લેવાનો હતો. જે મુદ્દત પૂરી થયા છતાં લેવાયો નથી. મહારાષ્ટ્રમાં ૪૧.૭૫ લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી.
મીડિયાના અહેવાલ મુજબ છત્તીસગઢમાં ૩૬.૭૦ લાખ લોકોએ બીજો ડોઝ લીધો નથી. ઝારખંડમાં આ આંકડો ૨૨.૨૯ લાખનો છે. ઉત્તર પ્રદેશના ૯૮.૫૬ લાખ લોકોએ એક જ ડોઝ લીધો છે. રાજસ્થાનમાં ૬૬. ૭૮ લાખ અને બિહારમાં આવા ૪૧.૧૩ લાખ લોકો છે. જ્યારે મધ્યપ્રદેશમાં આ આંકડો ૫૧.૮૨ લાખ છે.