Site icon

આટલી મોટી લાપરવાહી!! આટલા કરોડ લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવા ગયા જ નહીં. આંકડો સાંભળી ચોંકી જશો.

 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

Join Our WhatsApp Community

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

સોમવાર

હાલમાં દેશમાં મોટા પાયે કોરોના રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. લોકોને કોરોના રસીના બન્ને ડોઝ લેવા માટે અપીલ કરાઈ રહી છે. તે છતાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન ન લઈને બેદરકારી દાખવી રહ્યા છે. પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ નહિ લેનારા લોકો બાબતે સ્વાસ્થ્ય મંત્રાલયે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે.

 

આંકડા મુજબ દેશમાં અંદાજે ૬.૧૨ કરોડ લોકોએ બીજો ડોઝ લીધો નથી. તેમાંથી ૧૦ ટકા લોકોએ પ્રથમ ડોઝ કોવેક્સિનનો લીધો હતો. તેમણે ૪૨ દિવસ બાદ બીજો ડોઝ લેવાનો હતો. જે મુદ્દત પૂરી થયા છતાં લેવાયો નથી. મહારાષ્ટ્રમાં ૪૧.૭૫ લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી.

 

મીડિયાના અહેવાલ મુજબ છત્તીસગઢમાં ૩૬.૭૦ લાખ લોકોએ બીજો ડોઝ લીધો નથી. ઝારખંડમાં આ આંકડો ૨૨.૨૯ લાખનો છે. ઉત્તર પ્રદેશના ૯૮.૫૬ લાખ લોકોએ એક જ ડોઝ લીધો છે. રાજસ્થાનમાં ૬૬. ૭૮ લાખ અને બિહારમાં આવા ૪૧.૧૩ લાખ લોકો છે. જ્યારે મધ્યપ્રદેશમાં આ આંકડો ૫૧.૮૨ લાખ છે.

Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.
Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version