News Continuous Bureau | Mumbai
દેશમાં લોકોને કોરોના વાયરસની(Corona virus) વેક્સીન નો (Vaccine)ત્રીજો ડોઝ(Third dose) આપવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ આરોગ્ય મંત્રાલય(Health Ministry) તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર અત્યાર સુધી માત્ર ૩.૮ લાખ લોકોએ જ ત્રીજો ડોઝ લગાવ્યો છે. આમાંથી પણ ૫૧ ટકા લોકોએ છેલ્લા ચાર દિવસમાં ત્રીજો ડોઝ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ૧૦ એપ્રિલથી કોરોનાનો ત્રીજો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જે આંકડા સામે આવ્યા છે તે મુજબ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનનો ત્રીજો ડોઝ માત્ર ૩૮૭૭૧૯ લોકોને લગાવવામાં આવ્યો છે જેમાંથી ૨૦ એપ્રિલથી ૨૪ એપ્રિલ દરમિયાન ૧.૯૮ લાખ લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે. જે રીતે કોરોનાના નવા કેસ વધી રહ્યા છે તેને જોતા દિલ્હી, યુપી, હરિયાણાએ(Haryana) એક વાર ફરીથી માસ્ક(Covid mask) પહેરવુ અનિવાર્ય કરી દીધુ છે.
આ સમાચાર પણ વાંચો : ભારતમાં ફરી કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર એકશનમાં ૨૭ એપ્રિલે વડાપ્રધાન મોદી મોટો નિર્ણય લઈ શકે છે
આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ લગભગ ૫૦ ટકા વેક્સીનનો ડોઝ મેટ્રો શહેરના લોકોને લાગ્યો છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીનુ કહેવુ છે કે ત્રીજો ડોઝ મુખ્ય રીતે એ જ લોકો લગાવી રહ્યા છે જે વિદેશ જઈ રહ્યા છે અથવા કોઈ બિમારી નો સામનો કરી રહ્યા છે. છેલ્લા ૧૪ દિવસોમાં કોરોના વાયરસની ૫૪ ટકા વેક્સીન દિલ્હી(Delhi), મહારાષ્ટ્ર(maharashtra), પશ્ચિમ બંગાળ(West bengal), કર્ણાટકમાં(karnataka) લાગી છે. રાજસ્થાનમાં(rajasthan) માત્ર ૫૫૦૦ લોકોને ત્રીજો ડોઝ લાગ્યો છે. મધ્ય પ્રદેશમાં ૫૨૯૦ લોકોને, છત્તીસગઢમાં માત્ર ૫૩૨ લોકોને વેક્સીનનો ત્રીજો ડોઝ લાગ્યો છે. ગીચ વસ્તીવાળા રાજ્ય બિહારની(Bihar) વાત કરીએ તો અહીં માત્ર ૨૨૧૪૧ લોકોને વેક્સીનનો ત્રીજો ડોઝ લાગ્યો છે. વળી, ગુડગાંવમાં ૧૯૯૧૮ લોકોને ત્રીજો ડોઝ લાગ્યો છે. ૬૦ વર્ષની ઉપરના લોકો માટે ત્રીજો ડોઝ મફત છે અને એની શરુઆત ૧૦ જાન્યુઆરીથી થઈ છે. ૧.૦૪ કરોડ આરોગ્યકર્મીઓમાંથી(health workers) માત્ર ૪૫ ટકાએ વેક્સીનનો ત્રીજો ડોઝ લીધો છે જ્યારે ૧.૮૪ કરોડ ફ્રંટલાઈન વર્કર્સમાંથી(Frontline workers) ૩૮ ટકાએ જ વેક્સીનનો ત્રીજો ડોઝ લીધો છે.
