Site icon

વિદેશમાં અકસ્માતમાં ૨ હજારથી વધુ ભારતીયોનાં મોત, અકસ્માત અને કોરોનામાં સૌથી વધુ મોત દુબઈ અને કુવૈતમાં થયા: સરવે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોવિડ ઉપરાંત અકસ્માતના કારણે વિદેશી ધરતી પર મૃત્યુ પામનારા ભારતીયોની સંખ્યા સૌથી વધુ સઉદી અરબ, યૂએઇ અને કુવૈતમાં નોંધાઈ છે. ભારતીયોના અભ્યાસ અને નોકરી માટેના પસંદગીના દેશો પૈકી યૂએઇમાં અકસ્માત અને કોવિડ મોત મામલા વધારે નોંધાયા છે. પરંતુ કેનેડામાં અકસ્માતે ૪૧ અને કોવિડના કારણે માત્ર ૨ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં અકસ્માતથી ૨૧ ભારતીયોના મોત થયા છે પરંતુ કોવિડના કારણે એક પણનું મોત થયું નથી. ચીનમાં પણ કોવિડથી જીવ ગુમાવનાર ભારતીયની સંખ્યા શૂન્ય છે. અહીં અકસ્માતે ૫નાં મોત થયા છે. વિદેશની ધરતી પર અકસ્માતે જીવ ગુમાવનાર ૪૬૮ ભારતીયોના પરિવારને આર્થિક સહાય કે ન્યાય નથી મળ્યો. આ યાદીમાં ૧૩ દેશનો સમાવેશ થાય છે જે પૈકી સૌથી વધુ કેસ કુવૈતમાં ૧૪૨ છે. ઓમાનમાં ૧૨૭ કેસ છે અને સઉદી અરબમાં ૮૫ કેસ છે. યૂએઇમાં પણ ૨૪ કેસ પેન્ડિંગ છે. યમન અને દક્ષિણ આફ્રિકામાં પણ એક-એક કેસ પેન્ડિંગ છેવિદેશમાં નોકરી-ધંધો કરતા ભારતીયોના છેલ્લાં ત્રણ વર્ષમાં અકસ્માતે મોત થયાં એની તુલનામાં કોવિડના એક વર્ષમાં થયેલાં મોતનો આંકડો દોઢ ગણાથી વધુ છે. વિદેશની ધરતી પર ૨૦૧૯માં ૧૧૦૦ ભારતીયનાં અકસ્માતે મોત થયાં હતાં, ૨૦૨૦માં આ સંખ્યા ૮૩૮ હતી અને ૨૦૨૧માં ૪૪૬નો આંકડો નોંધાયો હતો. એની સામે કોવિડના જીવ ગુમાવનાર ભારતીયોની સંખ્યા ૪૦૪૮ છે. આ માહિતી લોકસભા પ્રશ્નોત્તરી દરમિયાન વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ૬૩ દેશમાં ભારતીયોનાં અકસ્માતે મોત નોંધાયાં છે. બીજી ૮૫ દેશ એવા છે, જ્યાં કોવિડને કારણે ૧થી લઈને ૧૧૫૪ ભારતીયએ જીવ ગુમાવ્યા છે.

 

ઓમિક્રોનના ડરથી બુસ્ટર ડોઝ લેવા માટે વિદેશ જઈ રહ્યા છે લોકો, બ્રિટન-અમેરિકા બાદ હવે આ દેશ ટોપ લિસ્ટમાં; જાણો વિગતે 

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version