News Continuous Bureau | Mumbai
Congress: કોંગ્રેસના મજબૂત નેતાઓ ( Congress leaders ) એક પછી એક ભાજપમાં ( BJP ) પ્રવેશ કરી રહ્યા છે. પોતાનું તેમ જ પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે અને તપાસ એજન્સીઓ થી બચવા માટે તેઓ ભાજપના શરણે થયા છે. અત્યાર સુધી દક્ષિણ મુંબઈના ભૂતપૂર્વ સાંસદ સભ્ય મિલિંદ દેવરા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને મધ્યપ્રદેશના નેતા કમલનાથ સામેલ છે. આ કદાવર નેતાઓ સિવાય અન્ય રાજ્યના નેતાઓ પણ સતત ભાજપમાં આવી રહ્યા છે.
હવે કયો નેતા ભાજપમાં જશે?
મળતી માહિતી મુજબ ભારત જોડો ન્યાય યાત્રા ( bharat jodo nyay yatra ) શરૂ છે. તેવા સમયે કોંગ્રેસ પાર્ટી ને વધુ બે ઝટકા લાગી શકે છે. કોંગ્રેસ પાર્ટીના મનીષ તિવારી ( Manish Tiwari ) અને આનંદ શર્મા ( Anand Sharma ) ભાજપમાં આવે તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : UNSC: પાંચ સભ્યો ક્યાં સુધી 188 દેશોના સામૂહિક અવાજને દબાવવાનું ચાલુ રાખશે? સદીઓથી થઈ રહેલો અન્યાય બદલવો પડશે યુએનમાં ભારતે ગર્જના કરી..
જોકે તેમની ભાજપમાં એન્ટ્રી ક્યારે થશે તે સંદર્ભે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી પરંતુ લોકસભાની ચૂંટણી ( Lok Sabha elections ) પહેલા તેઓ ભાજપમાં પ્રવેશ કરશે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બંને નેતાઓ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં હાસ્યમાં ધકેલાઈ ગયા છે અને તેમની રાજનૈતિક કારકિર્દી પર હાલ પ્રશ્નાર્થ ચિન્હ છે.